Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં AAPના મહિલા કોર્પોરેટરનું ટ્વિટર એકાઉન્ટ ડિલિટ

સુરતમાં AAPના મહિલા કોર્પોરેટરનું ટ્વિટર એકાઉન્ટ ડિલિટ
, બુધવાર, 9 જૂન 2021 (13:42 IST)
સુરતના આમ આદમી પાર્ટીની મહિલા નગરસેવક અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા પાયલ પટેલનું ટ્વિટર એકાઉન્ટ ડીલીટ કરી દેવામાં આવ્યું છે. કોર્પોરેશનના ઈલેક્શન પહેલાથી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે જોડવામાં સૌથી અગ્રેસર પાયલ પટેલના એકાઉન્ટ ડિલિટ થવા અંગે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે, ખાડી સફાઈ મુદ્દે શાસકો પર પ્રશ્નો ઉઠાવ્યા હતાં. જેથી ભાજપની આઈટી સેલ દ્વારા મારા ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરવા માટે રિપોર્ટ કરીને એકાઉન્ટ બ્લોક કરાવ્યું હોય શકે છે. જો કે હું અન્ય માધ્યમોથી સવાલો ઉઠાવતી રહિશ.
webdunia

છેલ્લા થોડા સમયથી નેતાઓના ટ્વીટ , ટ્વિટર એકાઉન્ટ ડિલિટ થવાનું અભિયાન શરૂ થયું છે. દેશના ઘણા બધા રાજકીય પક્ષોના નેતાઓ અને જે કાર્યકર્તાઓ ઉશ્કેરણીજનક ટ્વિટ કરે છે. તેમના ટ્વિટર એકાઉન્ટ ડિલિટ કરવામાં આવ્યા છે. તો ઘણાને કયા કારણસર એકાઉન્ટ ડિલિટ કર્યા છે તે અંગેની પણ માહિતી પ્રાપ્ત થતી નથી. સોશિયલ મીડિયા પર સક્રિય આપના મહિલા કાઉન્સિલર પાયલ પટેલનું ટ્વિટર એકાઉન્ટ ડિલિટ થતા પાયલ પટેલ આશ્ચર્યમાં મૂકાયા છે.આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર પાયલ પટેલે જણાવ્યું કે, ટ્વિટર ઉપર મારૂં એકાઉન્ટ હતું તેને ડિલિટ કરી દેવામાં આવ્યું છે. એકાઉન્ટ ડિલિટ થયા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે, ખાડી અભિયાનને લઈને સત્તાપક્ષની સામે ઘણા ટ્વિટ કર્યા છે. તેમાં ઘણા બધા ભાજપના સક્રિય સોશિયલ મીડિયા ઉપરના કાર્યકર્તાઓ દ્વારા મારી પોસ્ટ પર રિપોર્ટ કર્યા હોય તેવું બની શકે અને તેના કારણે મારું એકાઉન્ટ ડિલિટ થયું છે. પરંતુ આ પ્રકારની ઘટના એ સત્ય બહાર લાવવા માટે મને રોકી શકે નહીં. હું સોશિયલ મીડિયાના અન્ય માધ્યમથી પણ મારાથી લોકો સામે જેટલું પણ સત્યને ઉજાગર કરવાનું હશે તે કરીને જ રહીશ
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહિલાએ એક સાથે આપ્યો 10 બાળકોને જન્મ જાણો ક્યાં બન્યુ આ વર્લ્ડ રેકાર્ડ