Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આવુ છે ગુજરાત મોડેલઃ દીનદયાળ ક્લિનિકમાં ડોક્ટરનો પગાર સરકાર ચૂકવશે, પણ સ્ટાફનો પગાર અને સાધનોનો ખર્ચ ડોક્ટરે ભોગવવાનો રહેશે

આવુ છે ગુજરાત મોડેલઃ દીનદયાળ ક્લિનિકમાં ડોક્ટરનો પગાર સરકાર ચૂકવશે, પણ સ્ટાફનો પગાર અને સાધનોનો ખર્ચ ડોક્ટરે ભોગવવાનો રહેશે
, બુધવાર, 28 જુલાઈ 2021 (10:43 IST)
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર દરવાજે આવીને ઊભી છે ત્યારે રાજ્યનાં શહેરોમાં દરેક વોર્ડમાં એક દીનદયાળ ક્લિનિક (અર્બન હેલ્થ સેન્ટર) આપીને આરોગ્ય સેવા સુદૃઢ બનાવવાનો નિર્ધાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હોમટાઉન રાજકોટમાં જ વ્યક્ત કર્યો હતો. તેમની આ દૃઢ ઇચ્છા શક્તિનો અમલ કરવા રાજકોટ મહાનગરપાલિકાએ પ્રયાસ હાથ ધરતા એક અજીબોગરીબ મોડલ બહાર આવ્યું છે. મહાનગરપાલિકાએ ડોક્ટરોની ભરતી શરૂ કરી છે, જેમાં ડોક્ટરને પગાર સરકાર ચૂકવશે, પણ ડોક્ટરને પેરામેડિકલ સ્ટાફ જોઈએ તો તેને પગાર ડોક્ટરે પોતે ચૂકવવાનો રહેશે. એટલું જ નહીં, દવાખાના માટેનાં સાધનો પણ ડોક્ટરે સ્વખર્ચે વસાવવાનાં રહેશે. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના એક કિલોમીટર વિસ્તાર અને 3 હજાર જનસંખ્યાના વિસ્તારમાં સરકારી દવાખાનું કે હોસ્પિટલ ન હોય તો એક અર્બન હેલ્થ સેન્ટર આપવું તેવી જાહેરાત કરી હતી. આ માટે રાજકોટથી શરૂઆત કરવાની સાથે રાજકોટ મહાનગરપાલિકાએ આવા વિસ્તારમાં હેલ્થ સેન્ટર શરૂ કરવા માટે ડોક્ટરોની ભરતી કરવા જાહેરાત આપી છે. આ જાહેરાતમાં જ સ્પષ્ટ લખ્યું છે કે, ડોક્ટરની ભરતી ફિક્સ પગારથી થશે અને એમબીબીએસ ડોક્ટરનો રૂ.30 હજાર અને આયુર્વેદ-હોમિયોપથી સ્નાતકને રૂ. 23 હજારનો પગાર રહેશે. ડોક્ટરને મદદ માટે પેરામેડિકલ સ્ટાફ જોઈએ તો તેનો ખર્ચ ડોક્ટરે ઉઠાવવાનો રહેશે. ઉપરાંત દવાખાનામાં જરૂરી તબીબી તપાસ માટેનાં સાધનોનો ખર્ચ પણ ડોક્ટરે ઉઠાવવાનો રહેશે. આવા સંજોગોમાં આરોગ્ય સેવા સુધારવા ડોક્ટરો ઉપલબ્ધ થાય તેની કોઈ નીતિ જ ભાજપ સરકાર પાસે ન હોવાનો આક્ષેપ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ડોક્ટરોની ભરતી કરવાની પદ્ધતિ હાંસીપાત્ર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંબાજી મંદિરને લાગ્યું કોરોનાનું ગ્રહણ, દાનની રકમમાં થયો ઘટાડો