Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડાંગ જિલ્લામા આજે મત ગણતરી યોજાશે, ૭૫.૦૧ ટકા થયું હતું મતદાન

ડાંગ જિલ્લામા આજે મત ગણતરી યોજાશે, ૭૫.૦૧ ટકા થયું હતું મતદાન
, મંગળવાર, 10 નવેમ્બર 2020 (09:31 IST)
૧૭૩-ડાંગ વિધાનસભા મતદાર વિભાગની ગત તા.૩જી નવેમ્બરના રોજ યોજાયેલી પેટા ચૂંટણીની મત ગણતરી આજે એટલે કે તા.૧૦/૧૧/૨૦૨૦ના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ, આહવા ખાતે યોજાશે.
 
સવારના આઠ વાગ્યાથી યોજાનાર મત ગણતરી માટે કુલ ૩૬ રાઉન્ડમા મત ગણતરી હાથ ધરાશે. જેના માટે ૧૦ ટેબલ ઉપર અંદાજીત ૧૩૦ થી વધુ કર્મચારી/અધિકારીઓ ફરજ નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે એક અલાયદા ટેબલની પણ વ્યવસ્થા કરવામા આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ મત ગણતરી વેળા ચૂંટણી નિરીક્ષક પણ ઉપસ્થિત રહેશે.
 
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા આ વેળાની પેટા ચૂંટણીમા કુલ ૭૫.૦૧ ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જિલ્લામા નોંધાયેલા કુલ ૮૯૪૧૭ પુરુષ મતદારો, ૮૮૭૬૭ સ્ત્રી મતદાર, તથા ૨ અન્ય જાતિના મતદાર મળી કુલ ૧૭૮૧૮૬ મતદારો નોંધાયા હતા. જે પૈકી ૬૬૧૭૧ પુરુષ, અને ૬૬૮૭૩ સ્ત્રી મળી કુલ ૧૩૩૦૪૪ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અહી ૩૫૭ મતદાન મથક ઉપર ૭૪.૦૦ ટકા બુથ મતદાન નોંધાયુ હતુ. જયારે ૬૧૫ ઈ.ડી.સી. મત (ઈલેક્શન ડ્યુટી સર્ટીફીકેટ) સાથે અહી કુલ ૭૫.૦૧ ટકા મતદાન નોંધાયુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની આજે મતગણતરી, બપોર સુધી પિક્ચર થઇ જશે સ્પષ્ટ