rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દમણમાં 70 લાખના કોપર વાયર લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓ ઝડપાયા

દમણ લૂંટકાંડ

દમણમાં 70 લાખના કોપર વાયર લૂંટકાંડનો ભેદ ઉકેલાયો છે. ના અહેવાલ મુજબ દમણમાં કરોડો રૂપિયાના કોપર વાયરોની લૂંટ મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે.

પોલીસે આ કેસમાં 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી અંદાજે 5,500 કિલો કોપર વાયર જપ્ત કર્યો છે. આરોપીઓએ લૂંટ દરમિયાન કંપનીના કામદારોને બંધક બનાવી તેમની પર હુમલો કર્યો હતો અને કંપનીમાં લગાવેલા તમામ CCTV કેમેરા પણ તોડી નાખ્યા હતા. લૂંટાયેલા માલમાં લગભગ 70 લાખના કોપર વાયરનો સમાવેશ થાય છે.

પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજના આધારે લૂંટારૂઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી. તપાસ દરમિયાન વાપીમાંથી ટેમ્પો તેમજ લૂંટમાં વપરાયેલ સામાન પણ મળી આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં પાડોશી જિલ્લાઓમાં થયેલી સમાન ચોરીઓ સાથે પણ આરોપીઓના સંબંધ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ પોલીસે અન્ય ગુનાઓ અને ગેંગના વધુ સભ્યોની ઓળખ મેળવવા તપાસ તેજ કરી છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈરાની મીડિયાએ સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુની પુષ્ટિ કરી, 40 દિવસનો શોક જાહેર કર્યો