Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતના 5 પોલીસમથક વિસ્તારમાં આજથી કરફયુ જાહેર, ૧ થી ૪ માત્ર મહિલાઓ માટે કર્ફ્યૂમુક્તિ

સુરતના 5 પોલીસમથક વિસ્તારમાં આજથી કરફયુ જાહેર, ૧ થી ૪ માત્ર મહિલાઓ માટે કર્ફ્યૂમુક્તિ
, શુક્રવાર, 17 એપ્રિલ 2020 (10:24 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરત શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણની સ્થિતી અંગે મુખ્ય સચિવ અનિલ મુકિમ, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા, એ.સી.એસ. સંગીતા સિંહ અને સુરત શહેરના પોલીસ કમિશનર, મ્યુનિસીપલ કમિશનર અને જિલ્લા કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લોકડાઉનને વધુ સખ્ત બનાવવા અંગે પણ આ વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી.
Indore
 
મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સમાં થયેલી ચર્ચા-વિચારણા સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે, તા. ૧૬ એપ્રિલ-ર૦ર૦ ગુરૂવારની મધ્યરાત્રીથી તા.રર એપ્રિલ-ર૦ર૦ બુધવારના સવારે ૬ વાગ્યા સુધી સુરત શહેરમાં ૪ પોલીસમથકો અને એક પોલીસ ચોકી વિસ્તારમાં કરફયુનો અમલ કરવાનો રહેશે. જે પોલીસમથકોના વિસ્તારમાં કરફયુનો અમલ થવાનો છે તેમાં સલાબતપુરા પોલીસમથક, મહિધરપુરા પોલીસમથક, લાલગેટ પોલીસમથક, અઠવા પોલીસમથક અને લિંબાયત પોલીસમથકના કમરૂનગર પોલીસ ચોકી વિસ્તારમાં કરફયુ રહેશે.
 
કરફયુના આ દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ ના સમયમાં માત્ર મહિલાઓ માટે કરફયુમુકિત આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE Coronavirus in India Live Updates: દેશમાં સંકમિતોની સંખ્યા વધીને 12,759 થઈ, 420ના મોત, 1514 સ્વસ્થ થયા