Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માનવ મહેરામણ ઉમટ્યું, 31 ડિસેમ્બર સુધી બુકિંગ હાઉસફૂલ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માનવ મહેરામણ ઉમટ્યું, 31 ડિસેમ્બર સુધી બુકિંગ હાઉસફૂલ
, સોમવાર, 27 ડિસેમ્બર 2021 (10:48 IST)
સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા નાતાલના વેકેશન દરમ્યાન1 લાખ પ્રવાસીઓ આવે તેવી આશા રાખી રહ્યા છે. આજના દિવસમાં 30 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નોંધાયા છે. 31 ડિસેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઉસ ફૂલ છે. આજે નાતાલનો પર્વને લઈને કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ થી હાઉસફૂલ થઈ ગયું છે. આજના દિવસે અંદાજીત 30 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ ટિકિટો 31 ડિસેમ્બર સુધી બુકિંગ થઈ ગઈ છે.
 
નાતાલના મીની વેકેશન માટે કે કેવડિયામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. ઓમીક્રોન હાલ રાજ્યમાં વધી રહ્યો છે. સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે મોટા શહેરોમાં રાત્રી કર્ફ્‌યુ લાગતા પ્રવાસીઓ નાતાલની ઉજવણી માટે કેવડિયા બાજુ વળ્યાં છે. કેવડિયા નજીકની હોટેલો ટેન્ટસિટીઓ પણ હાઉસફૂલ થઈ ગઈ છે. કોવીડ-19 ની ગાઈડલાઈને પ્રાધાન્ય આપી પ્રવાસીઓને ફરજીતયાત માસ્ક અને સેનિગઈઝની તંત્રે વ્યવસ્થા કરી છે. જ્યારે ઓનલાઈન ટિકિટો બુક થઈ જતા ઓફલાઇન ટિકિટો ચાલુ કરી અને વધુ 30 થી 40 બસો વધારવામાં આવી છે.
 
આગામી મીની વેકેશનમાં પ્રવાસીઓ બહુ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તંત્રને ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધીમાં ૧ લાખ પ્રવાસીઓ આવે તેવી આશા પણ રાખી રહ્યા છે. હાલ રાજ્યમાં ઓમીક્રોનનો કહેર વધી રહ્યો છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો જમાવડો થઈ રહ્યો છે.
 
જો કે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે કે, માસ્ક પહેરો પણ પ્રવાસીઓ સૂચનાનું પાલન નથી કર્યા ઘણા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ મેળવીને માસ્ક કાઢીને જાણે ઓમીક્રોનને આમંત્રણ આપી રહ્યા હોઈ તેમ લાગી રહ્યું છે. જોકે જે પ્રવાસીઓ માસ્કનો ઉપયોગ કરે છે તે કહી રહ્યા છે કે, આવા માસ્ક ન પહેરનાર લોકો દ્વારા જ મહામારી ફેલાતી હોઈ છે ગાઈડલાઈનનું પાલન ન કરીને લોકો બીજાને હેરાન કરી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીએમ મોદી આજે મંડીની મુલાકાત લેશે અને રૂ. 11,000 કરોડથી વધુના હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે