Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાવનગરમાં સિહોર નજીક માતાએ જ કુમળી વયના બાળકોને પાણીમાં ડુબાડી મોતને ઘાટ ઉતાર્યા

ભાવનગરમાં સિહોર નજીક માતાએ જ કુમળી વયના બાળકોને પાણીમાં ડુબાડી મોતને ઘાટ ઉતાર્યા
, મંગળવાર, 25 મે 2021 (19:32 IST)
ભાવનગર નજીકના સિહોર પાસે ખોડીયાર તળાવમાં એક માતાએ તેમના બન્ને કુમળી વયના સંતાનોને પાણીમાં ડૂબાડી મોતે ઘાટ ઉતારી દેતાં ચક્યાર મચી છે. સિહોર પોલીસમાં અજયભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, હું ભાડાના મકાનમાં રહું છું અને હીરાના કારખાનામાં કામ કરું છું, મારા લગ્ન બાર વર્ષ પહેલા બોટાદ ખાતે થયા હતા, મારી દીકરી દ્રષ્ટિ અને ધાર્મિક છે. હું જ્યારે સવારે કામે જાવા નિકળિયો ત્યારે મારી પત્ની તથા બાળકો ઘરે જ હતા, ત્યારે સાંજના સાડા ચાર વાગે મારી પત્નીએ મને ફોન કરીને કહ્યું કે બંને બાળકો ને લઈ રાજપરા ખોડિયાર મંદિર દર્શન આવ્યા છીએ. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો ત્યારે બાદ સાંજના સાડા સાતેક વાગે અરસામાં મારા પત્નિના મોબાઈલમાંથી મને મિસ્કોલ આવતા મેં તેમાં ફોન કરતા કોઈ ભાઈએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે તમે જલ્દી રાજપરા ખોડિયાર મંદિરના તળાવ પાસે આવો તમારી પત્નીએ તમારા બંને બાળકોને ડુબાડી દીધા છે.

આ બનાવને લઇ શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જયારે માતા સુનિતા તળાવની ધારે બેઠી હતી પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરી નવ વર્ષની બાળકી અને સાત વર્ષના બાળકને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે સિહોર ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસની બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા. તો બનાવના પગલે બન્ને મૃતક બાળકોના પિતા અજયભાઈ પણ સિહોર દોડી આવ્યા હતા. અજયભાઈએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા સાતેક માસથી મારે અને મારી પત્નીને નાની વાતમાં ઘરકંકાસ થતો હોય જેના કારણે મારી પત્નીએ બંને બાળકોને તળાવમાં ડુબાડીને મારી નાખ્યા છે. આ મારી પત્ની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ. સિહોર પોલીસે ગુનો નોંધી આઈ.પી.સી.302 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કામની વાત- Covid -19 વેક્સીનનો સર્ટીફીકેટ કેવી રીતે ડાઉનલોડ કરવુ આ છે રીતે