Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ક્રાઈમ બ્રાંચને કરોડોના ક્રિકેટના સટ્ટાના હિસાબ મળ્યા, રાજકોટના બે શખ્સો સામે લૂકઆઉટ નોટિસની તૈયારી

Cricket Betting
, શનિવાર, 4 ફેબ્રુઆરી 2023 (16:27 IST)
ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1400 કરોડના સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ અને ઉંઝા સર્કિટના બે સટોડિયાઓને પોલીસે ખુલાસો કર્યો હતો. ઉંઝાનો ટોમી પટેલ અને રાજકોટનો રાકેશ રાજદેવ પોલીસના રડાર પર છે. રાકેશ રાજદેવ સહિત બે સામે લૂક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. દુબઇમાં ડમી બેન્ક એકાઉન્ટની પણ પોલીસને વિગતો મળી હતી.મોબાઇલ પર ખાસ એપ્લિકેશન બનાવી મેચના ભાવ જાહેર કરાય છે. મેચની હાર-જીત અને સેશનના સ્કોર પર સટ્ટો લગાવતો હતો. સટ્ટાકાંડમાં એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી.

એક-એક મેચ પર 100થી 500 કરોડના સોદા થતા હતા. બંન્ને સટોડિયા દુબઇના આકાની મારફતે ભાવ બહાર પાડતા હતા. સટ્ટાના હિસાબો ટ્રાન્સફર થતા હોવાનો પણ ખુલાસો થયો છે.ક્રિકેટના મેદાનમાંથી જ બોલતી બોબડી લાઇનથી સટ્ટો રમાતો હતો.ટી-20, વન-ડે અને લીગ મેચ પર સટ્ટો લગાવવામાં આવતો હતો. કેટલાક અધિકારી સાથે પણ લેવડ-દેવડ થયાની આશંકા પણ છે. રાજકીય નેતાઓ સાથે પણ રાકેશ રાજદેવ સંબંધ ધરાવતો હોવાની આશંકા છે. ગુજરાતના બુકીઓ જાતે જ સોદા બુક કરતા હોવાનો પણ ખુલાસો થયો હતો. સટ્ટાકાંડની રકમ સાત હજાર કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે.રાકેશ રાજદેવ વિરુદ્ધ પણ લુકઆઉટ નોટિસ જાહેર કરાઇ છે. હોંગકોંગ અને નેધરલેન્ડની સ્થાનિક મેચો પર પણ સટ્ટો રમાડાતો હતો. રાકેશ રાજદેવ દુબઇમાં સામ્રાજ્ય જમાવી બેઠો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ સહિત રાજ્યના 87 રેલવે સ્ટેશન વિકસિત કરાશે, મોટા શહેરોને નાના નગરો સાથે જોડતી વંદે મેટ્રો શરૂ થશે