Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌરાષ્ટ્ર ક્રિકેટ પ્લેયર્સ એસો.ની સ્થાપના, બીસીસીઆઈને મૌખિક જાણ કરાઈ

સૌરાષ્ટ્ર ક્રિકેટ પ્લેયર્સ એસો.ની સ્થાપના, બીસીસીઆઈને મૌખિક જાણ કરાઈ
, બુધવાર, 1 માર્ચ 2017 (14:19 IST)
લોઢા કમિટીએ સૂચવેલા કેટલાક ફેરફારો પૈકી ભૂતપૂર્વ ખેલાડીઓના એસોશિએશનની રચના કરવાનો હતો. જેને ધ્યાને લઈ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ખેલાડી એવા કરશન ઘાવરી દ્વારા સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર્સના એસોશિએશન બનાવવાની જાહેરાત પણ કરી અને સ્થાપના કરી દીધી છે. સૌરાષ્ટ્રના સારા દરજ્જાના ખેલાડીઓ કરશન ઘાવરી, સુધિર તન્ના, બિમલ જાડેજા, નરેશ પરસાણા સહિતનાઓએ સાવ અચાનક સૌરાષ્ટ્ર ક્રિકેટ પ્લેયર્સ એસોશિએશનની રચના કરી નાખી છે. આ બાબતે બીસીસીઆઈને પણ મૌખિક જાણ કરવામાં આવી છે. કરશન ઘાવરી આ એસોશિએશનમાં પ્રેસિડેન્ટ તરીકે રહેશે અને હવે પછીની બેઠકોમાં માળખાની રચના કરવામાં આવશે.

કરશન ઘાવરીએ જણાવ્યુ છે કે એસોશિએશનના રજીસ્ટ્રેશનની કામગીરી શરૃ કરી દેવાઈ છે જે થયા બાદ માળખું રચવામાં આવશે. બીસીસીઆઈનું માર્ગદર્શન લેવામાં આવ્યુ છે. એસસીએનો ઉલ્લેખ કરતા કહ્યુ કે તેમની પાસે બીસીસીઆઈની કોઈ ગાઈડલાઈન આવી હોય તો તે જાહેર કરવી જોઈએ. પ્લેયર્સ એસોશિએશન દરેક ખેલાડીઓના જુદા જુદા પ્રશ્નો અને ફરીયાદો સાંભળશે એન તે માટે વેબસાઈટ પણ ડેવલપ કરવામાં આવી રહી છે. ખેલાડીઓ પોતાના કરીયરમાં કઈ રીતે આગળ વધે તે વિશે પણ માર્ગદર્શન આપશે. પ્લેયર્સ એસોશિએશન સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ લોઢા કમિટીની ભલામણો પ્રમાણે કામ કરશે. સિલેક્શનમાં પારર્દિશતા લાવવા માટે સિલેક્ટર કે કોચની નિમણૂંક કરવી હશે તો એસસીએને એસોશિએશન સાથે ચર્ચા અને સલાહ કરવી પડશે તેવો પણ કોર્ટના આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંને સાથે મળીને કામ કરશે તો અંતે ખેલાડીઓ અને રમતો સર્વાંગી વિકાસ શક્ય બનશે. હજુ સુધી એસસીએ સાથે કોઈ બેઠક નથી થઈ, ચર્ચા બાદ સાચી દિશા નક્કી કરવામાં આવશે.


નિરંજન શાહે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશનમાંથી વિધિવત રાજીનામુ આપી દીધુ છે. આમ છતાં પણ એસસીએ પર તેમણે ધરાર સત્તા હાથમાં રાખી છે. પ્લેયર્સ એસોશિએશન બાબતે ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી પણ શાહ રાજકોટ ન હતા અને તેમની કઠપૂતળી સમાન સત્તાધીશો જવાબ આપતા ન હતા. હવે એસોશિએશનની સ્થાપના થઈ છે પણ એસસીએ સાથે કઈ રીતે કામ કરવું તે માટે નિરંજન શાહ સાથે જ બેઠક કરવી પડશે તેવો જવાબ મળતો હતો. હવે શાહ સાથે બેઠક થયા બાદ કઠપૂતળીઓને આદેશ મળતા કામ થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત પોલીસમાં નવો નિયમ, પીએસઆઇને પીઆઇ બનવું હોય તો ટ્રક ચલાવતા આવડવું જોઇએ