Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona Update- રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધઘટ વચ્ચે સાવધાની જરૂરી, જાણો કેવી છે કોરોનાની સ્થિતિ

Corona Cases In India Today,
, બુધવાર, 10 ઑગસ્ટ 2022 (11:19 IST)
રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે મંગળવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 678 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 810 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.67 ટકા થઈ ગયો છે.
 
રાજ્યમાં હાલ 5,729 એક્ટિવ કેસ છે. જેમાંથી 15 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5,714 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,45,890 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,981 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, જૂનાગઢ અને મહિસાગર જિલ્લામાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી.
 
જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 261 કેસ સામે આવ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 91, સુરત કોર્પોરેશનમાં 37, સુરતમાં 29, રાજકોટ કોર્પોરેશનમાં 27, મહેસાણામાં 22, બનાસકાંઠામાં 19, ગાંધીનગર કોર્પોરેશનમાં 16, ભરૂચમાં 14, રાજકોટમાં 14, કચ્છમાં 13, અમરેલીમાં 12, ગાંધીનગરમાં 12, પાટણમાં 12, અરવલ્લીમાં 10, સાબરકાંઠામાં 10, પોરબંદરમાં 9, વડોદરામાં 8, આણંદમાં 7, ભાવનગર કોર્પોરેશનમાં 7, નવસારીમાં 7, વલસાડમાં 6, ખેડામાં 5, અમદાવાદમાં 4, જામનગર કોર્પોરેશનમાં 4, પંચમહાલમાં 4, સુરેન્દ્રનગરમાં 4, દાહોદમાં 3, મોરબીમાં 3, ભાવનગરમાં 2, જામનગરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, ગીર સોમનાથમાં 1, નર્મદામાં 1 અને તાપીમાં 1 કેસ નોંધાયો છે.
 
ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 288 દર્દી સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 92, સુરત કોર્પોરેશનમાં 35, સુરતમાં 17, રાજકોટ કોર્પોરેશનમાં 31, મહેસાણામાં 35, બનાસકાંઠામાં 12, ગાંધીનગર કોર્પોરેશનમાં 41, ભરૂચમાં 5, રાજકોટમાં 31, કચ્છમાં 27, અમરેલીમાં 20, પાટણમાં 26, અરવલ્લીમાં 6, સાબરકાંઠામાં 16, પોરબંદરમાં 1, વડોદરામાં 38, નવસારીમાં 15, વલસાડમાં 12, ખેડામાં 4, અમદાવાદમાં 7, જામનગર કોર્પોરેશનમાં 9, સુરેન્દ્રનગરમાં 3, મોરબીમાં 19, જામનગરમાં 4, દેવભૂમિ દ્વારકામાં 15 અને તાપીમાં 1 દર્દીઓ સાજા થયા છે.
 
જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 1,53,910 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 543 ને રસીનો પ્રથમ અને 2,549 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 24 ને રસીનો પ્રથમ અને 92 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 12,921 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 88 ને રસીનો પ્રથમ અને 465 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 1,37,228 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,91,15,910 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Importance of Rakshabandhan - પુરાણોમાં રક્ષાબંધનનું મહત્વ