Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના સંક્રમિત દર્દીના મૃતદેહનું સૌ પ્રથમ વખત પોસ્ટમોર્ટમ ગુજરાતમાં થશે

કોરોના સંક્રમિત દર્દીના મૃતદેહનું સૌ પ્રથમ વખત પોસ્ટમોર્ટમ ગુજરાતમાં થશે
, ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (16:14 IST)
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા છે. જ્યારે અન્ય 42 જેટલા દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયા છે. એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. હાલમાં હોસ્પિટલની બહાર પરિવારજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાયો છે. જ્યારે સંપૂર્ણ હોસ્પિટલને ખાલી કરી સીલ મારી દેવાયું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે. ગુજરાતમાં કોરોનાના દર્દીના મૃતદેહનું સૌ પ્રથમ વખત પીએમ અમદાવાદ સિવિલમાં થશે. હાલ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાય છે પણ તેમને એમ્બ્યુલન્સમાં જ રાખવામાં આવ્યા છે. હવે પીએમના સ્ટાફને પીએમ દરમિયાન કઈ-કઈ ગાઈડલાઇનનું પાલન કરવાનું પડશે તેની જાણ થયા બાદ પીએમની પ્રક્રિયા હાથ ધરાશે.અમદાવાદ સિવિલના ઇન્ચાર્જ એમ.એમ પ્રભાકરે જણાવ્યું હતું કે, કોરોનાના મૃતદેહનું પીએમ કરવાં માટે જેવી રીતે કોરોનાના દર્દી પાસે જતા પહેલા રાખવામાં આવતી તમામ તકેદારી પીએમ કરતી વખતે પણ રાખવામાં આવશે. PPE કીટ પહેરીને પીએમ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નીતિ અને નિયમો નેવે મૂકી હોસ્પિટલોના ધંધા, 2100 હોસ્પિટલમાંથી માત્ર 91 પાસે ફાયર વિભાગનું NOC