Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ શહેરમાં છ દિવસમાં કોરોના વાયરસના એક હજારથી વધુ કેસ

અમદાવાદ શહેરમાં છ દિવસમાં કોરોના વાયરસના એક હજારથી વધુ કેસ
, બુધવાર, 29 એપ્રિલ 2020 (16:07 IST)
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને આજે વધુ ૧૬૪ કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો ૬દિવસમાં કોરોનાના કુલ કેસનો આંક ૧૦૦૫ થઇ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોપેશન દ્વારા જારી વિગત પ્રમાણે અમદાવાદ શહેરમાં મંગળવારે બપોરે ૨ કલાક સુધી કુલ ૨૩૬૪ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી ૨૦૧૬ કેસ એક્ટિવ છે અને ૧૦૭ના મૃત્યુ થયા છે. અલબત્ત, આ ૨૩૬૪ પૈકી અંદાજે ૪૩ ટકા કેસ છેલ્લા ૬ દિવસ દરમિયાન જ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.અમદાવાદ શહેરમાં ૩૧ માર્ચ સુધી કોરોનાના કુલ ૩૧ કેસ હતા. એપ્રિલના ૨૮ દિવસમાં ૨૩૩૩ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં મંગળવારે બપોર સુધીની સ્થિતિ પ્રમાણે કુલ ૨૩૭૦૨ ટેસ્ટ કરાયા છે અને ૨૪૧ દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત ૧૨૨૨૭ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે. અમદાવાદ શહેરના સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ૯૧૧, સાઉથ ઝોનમાં ૫૪૪. નોર્થ ઝોનમાં ૧૭૬, વેસ્ટ ઝોનમાં ૧૭૧, ઇસ્ટ ઝોનમાં ૧૨૬, સાઉથ વેસ્ટ ઝોનમાં ૫૩ જ્યારે નોર્થ વેસ્ટ ઝોનમાં ૩૫ કેસ નોંધાઇ ચૂક્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માસ્ક નહીં પહેરનાર દુકાનદારોને 5000, સુપરમાર્કેટ્સને 50 હજાર અને ફેરિયાઓને 2000નો દંડઃ અમદાવાદ મ્યુનિ, કમિશનર