Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યભરમાં કોરોના વેક્સિનેશન શરૂ, દરેક હોસ્પિટલમાં 100 લોકોનું રસીકરણ, જાણો ક્યાં શું થયું

રાજ્યભરમાં કોરોના વેક્સિનેશન શરૂ, દરેક હોસ્પિટલમાં 100 લોકોનું રસીકરણ, જાણો ક્યાં શું થયું
, શનિવાર, 16 જાન્યુઆરી 2021 (16:56 IST)
આજથી રાજ્યભરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. સવારે 10 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના કુલ ગુજરાતનાં 161 બૂથ પરથી રસી અપાશે. દરેક બૂથ પર 100 આરોગ્યકર્મીને પ્રથમ દિવસે આ રસી આપવામાં આવશે. આમ, પ્રથમ દિવસે 16,000થી વધુ આરોગ્યકર્મચારીઓને રસી આપવામાં આવશે, જ્યારે દેશભરમાં 3 હજાર બૂથ પર 3 લાખ લોકોને રસી અપાશે. કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું છે કે જે લોકોને રસી અપાશે તેમના મોબાઈલ પર મેસેજ મોકલાશે. ગુજરાતમાં રસીકરણ માટે સિવિલ કે જનરલ હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, ખાનગી હોસ્પિટલો, શાળાઓ તથા અને અન્ય સરકારી સ્થળોએ પણ રસીકરણ બૂથ ઊભાં કરાયાં છે.
 
સુરત મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરો-શહેરની મોટી હોસ્પિટલો મળી કુલ 14 સ્થાનો પર વેક્સિનેશનના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. એક સેન્ટર પર દૈનિક 100 હેલ્થ કેર વર્કરો મળી 14 સ્થાનો પર કુલ 1400ને વેક્સિનેશન કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ 10 કોરોના રસી લેનારનું સન્માન કરવામાં આવ્યું છે. કોરોના વેક્સિનેશન માટે ત્રણ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પહેલી રસી ડોક્ટર રાહુલ મોદીને આપવામાં આવી હતી. ત્યારબાદ ડોક્ટરની લઈને લિફ્ટમેનને રસી આપવામાં આવી હતી.
 
વડોદરા શહેર-જિલ્લાના 10 કેન્દ્રો પર કોવિડ-19ની રક્ષણાત્મક રસી આપવાનો પ્રારંભ થયો છે. દરેક કેન્દ્રો પર પ્રધાનમંત્રીના રસીકરણના પ્રારંભ માટેના વેબટેલિકાસ્ટ બાદ તુરંત જ સ્ટેજ પર રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. દરેક કેન્દ્રો પર 100-100 કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી.વડોદરામાં પ્રથમ વેક્સિન સયાજી હોસ્પિટલના એડિશનલ સુપરીટેન્ડેન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડોક્ટર હેમંત માથુરને આપવામાં આવી હતી. ડોક્ટર માથુરે કોરોના વેક્સિન પ્રથમ લેવા માટે ગર્વ અનુભવ્યો હતો. અને લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી.
 
રાજકોટમાં વેક્સિનનો પ્રથમ ડોઝ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ પંકજ બુચને આપવામાં આવ્યો છે. આજે 900 લોકોને વેક્સિન આપવામાં આવશે. Divyabhaksarની ટીમ જ્યાં વેક્સિન અપાશે તે રૂમમાં પહોંચી છે. આજે આરોગ્ય વિભાગના કર્મચારીઓ, 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને અને કોમોર્બિડ લોકોને વેક્સિન આપવામાં આવશે. રાજકોટમાં 6 અને જિલ્લામાં 3 સ્થળ પર વેક્સિન આપવામાં આવશે. જે લોકોને વેક્સિન આજે આપવાની છે તે લોકોને મેસેજ કરીને જાણ કરી દેવામાં આવી છે. સિવિલમાં જે વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યાં જ વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. બીજી તરફ આરોગ્ય અધિકારીઓએ માંગ કરી છે કે વેક્સિનની આડ અસર થાય તો વીમો આપવામાં આવે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતીય ક્રિકેટર હાર્દિક-કૃણાલપંડ્યાએ પિતાંબર પહેરી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પિતાને કાંધ આપી