Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોરોના નિયમોના ધજાગરા - નેતાની ઉપસ્થિતિમાં જ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોરોના નિયમોના ધજાગરા  - નેતાની ઉપસ્થિતિમાં જ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
, શનિવાર, 8 જાન્યુઆરી 2022 (12:28 IST)
કોરોનાને લીધે મોટાકાર્યક્રમો રદ કરવામાં પણ કેટલાક નેતાઓ હજુ ગંભીર નથી. રાજ્ય સરકારે નવી કોરોના ગાઇડલાઇન જાહેર કરી કે જેથી કરીને કોરોના નિયંત્રણમાં લાવી શકાય. પરંતુ આ નિયમો પ્રજા તોડે તો તોડે પણ નેતાઓએ તો નિયમો કી ઐસી તૈસી કરવાનુ જાણે કે નક્કી જ કરી લીધુ છે. ત્યારે વધુ એક નેતાએ કોરોના ગાઇડલાઇનના લીરેલીરાં ઉડાવતા જોવા મળ્યા. આ નેતા બીજુ કોઇ પરંતુ ભાજપના નેતા અલ્પેશ પટેલ હતા.
 
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે સંત સંમેલન યોજાઇ ગયા બાદ 40થી વધુ નેતાઓ કોરોના પોઝિટીવ આવ્યા. હવે મહેસાણામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. ખેરાલુના મંદ્રોપુરા ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી જેમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઓપનિંગ કાર્યક્રમ હતો જેમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. નેતાની ઉપસ્થિતિમાં જ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ન ક્યાંય જોવા મળ્યુ સામાજિક અંતર કે ન કોઇએ માસ્ક પહેર્યુ હતું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

UP Election News: યુપી ચૂંટણીની તૈયારીઓ પૂરી, હવે ગમે ત્યારે થઈ શકે છે ચૂંટણીની જાહેરાત