Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona case in Gujarat - ફરી ગુજરાતમાં કોરોના આતંક, આજે 890 નવા કેસ નોંધાયા

Corona case in Gujarat - ફરી ગુજરાતમાં કોરોના આતંક, આજે 890 નવા કેસ નોંધાયા
, સોમવાર, 15 માર્ચ 2021 (22:32 IST)
ફરી એકવાર કોરોના આતંક વધી રહ્યો છે. કોરોનાએ ફરી એકવાર ગુજરાતને બાનમાં લેવાનું શરૂ કર્યું છે. દિવસે ને દિવસે કોરોના કેસ વધી રહ્યા છે. તંત્રએ અગમચેતીના ભાગરૂપે કોરોના ટેસ્ટીંગ માટે ડોમ શરૂ કરી દીધા છે તો બીજી તરફ 8 વોર્ડમાં ખાણીપીણીના બજારો રાત્રે 10 વાગ્યા પછી બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. 
 
ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 890 દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 594 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 1 વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું હતું. જો કે, રાજ્યમાં કુલ 2,69,955 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 96.72 થઇ ચુક્યો છે. 
 
આ ઉપરાંત 20,69,918 વ્યક્તિઓનું પ્રથમડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. 5,15,842 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 89,138 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
 
જો કે હવે ફરી એકવાર કોરોનાની સ્થિતી ગંભીર બની રહી છે. રાજયમાં બોટાદ, છોટાઉદેપુર, ડાંગ અને વલસાડ એમ કુલ 05 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં કોવિડ-19 ના 890 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 594 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 96.72 ટકા જેટલો છે. 
 
આરોગ્ય વિભાગની સતત કામગીરીના કારણે 2,69,995 કુલ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4717 એક્ટિવ દર્દી છે જે પૈકી 56 લોકો વેન્ટીલેટર પર છે. 4661 લોકો સ્ટેબલ છે. 2,69,955 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 4425 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે સુરત કોર્પોરેશનમાં 1 કોરોના દર્દીનું મોત નિપજ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

17 રાજ્યોમાંથી આવેલા પદયાત્રીઓએ નડિયાદ સુધીની 75 કિલોમીટરની દાંડીયાત્રા કરી પૂર્ણ