Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં ફરી કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં 1122 કેસ નોંધાયા

રાજ્યમાં ફરી કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં 1122 કેસ નોંધાયા
, બુધવાર, 17 માર્ચ 2021 (23:16 IST)
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ફરી એકવાર કોરોના બેકાબૂ બન્યો છે. ફરી એકવાર કોરોનાનો આતંક વધી રહ્યો છે. કોરોનાએ ફરી એકવાર ગુજરાતને બાનમાં લેવાનું શરૂ કર્યું છે. દિવસે ને દિવસે કોરોના કેસ વધી રહ્યા છે. તંત્રએ અગમચેતીના ભાગરૂપે કોરોના ટેસ્ટીંગ માટે ડોમ શરૂ કરી દીધા છે તો બીજી તરફ આજથી ચાર મહાનગરો ફરીથી રાત્રિ ફરર્ફ્યું લાદવામાં આવ્યો છે. 
 
ત્યારે રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1122 દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 775 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ કુલ ત્રણ વ્યક્તિના મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,81,173 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,71,433 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,430 પર પહોંચ્યો છે.
 
રાજ્યમાં તમામ મહાનગરપાલિકામાં કોવિડ-19 રસીકરણ દ્વારા વધુમાં વધુ લાભાર્થીઓને સમય-મર્યાદામાં આવરી લેવાય તે હેતુસર તમામ મહાનગરપાલિકામાં કોવિડ-19 વેક્સીનેશન માટે ગાઇડ લાઇન મુજબ વધુમાં વધુ સેશનનું આયોજન કરવામાં આવશે. કોવિડ વેક્સીનેશન સેન્ટર ખાતે રાત્રિના 9.30 વાગ્યા સુધી કોવિડ રસીકરણ કરવામાં આવશે.
 
અત્યાર સુધીમાં કુલ 22,71,145 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,54,662 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 52,952 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
 
રાજ્યમાં કોવિડ-19 ના 1122 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 775 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 96.54 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,71,433 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5,310 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 61 છે. જ્યારે 5,249 લોકો સ્ટેબલ છે. 2,71,433 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,430 લોકોનાં મોત નિપજ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જ્યારે અચાનક ફુલ સ્પીડમાં ઉલ્ટી દોડી પડી જન શતાબ્દી એક્સપ્રેસ(જુઓ વીડિયો)