Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના સાથે કેન્સરથી પણ બચો- ગુજરાતમાં દોઢ વર્ષમાં કોરોનાથી 10,07 મોત , જ્યારે ત્રણ વર્ષમાં કેન્સરને કારણે 1,11,933 લોકોનાં મોત

કોરોના સાથે કેન્સરથી પણ બચો- ગુજરાતમાં દોઢ વર્ષમાં કોરોનાથી 10,07 મોત , જ્યારે ત્રણ વર્ષમાં કેન્સરને કારણે 1,11,933 લોકોનાં મોત
, ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (16:14 IST)
ગુજરાતમાં દોઢ વર્ષમાં કોરોનાથી 10,07 મોત , જ્યારે ત્રણ વર્ષમાં કેન્સરને કારણે 1,11,933 લોકોનાં મોત • ત્રણ વર્ષમાં નોંધાયેલા કુલ કેસમાથી 54 , 98 ટકા કૅન્સર પીડિત દર્દીઓનાં મોત • 2021 ના 6 મહિનામાં જ 71 હજારથી વધુ કેન્સરના દર્દીઓ નોંધાયા છેલ્લા દોઢ વર્ષમાં વિશ્વભરમાં કૌરના મહામારી ચાલી રહીં છે , જેણે ગુજરાતમાં પણ હાહાકાર મચાવ્યો છે , રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,25,085 કૌરૌનાના દર્દીમાંથી 10,077 એ પોતાનો જીવ ગુમાવ્યો છે જોકે એનાથી પણ ગંભીર કૅન્સરની બીમારી છેલ્લાં ઘણાં વર્ષોથી રાજ્યમાં ફેંલાઈ રહી છે. 
 
માત્ર છ મહિનામાં જ 71 હજારથી વધુ કેન્સરના દર્દીગુજરાતમાં કેન્સરની સ્થિતિ ધીરે-ધીરે ખરાબ થતી જાય છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, વર્ષ 2018થી 2020 સુધીમાં ગુજરાતમાં કેન્સરના કુલ 2,03,570 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 1,11,933નાં મોત થયાં છે, એટલે કે ત્રણ વર્ષમાં નોંધાયેલા કુલ કેસમાંથી 54.98 ટકા કેન્સર પીડિત દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો માત્ર ચાલુ વર્ષની જ વાત કરીએ તો 2021ના 6 મહિનામાં જ 71 હજારથી વધુ કેન્સરના દર્દીઓ નોંધાયા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જે ડર હતું તે જ થયું - શાળાઓ અને કોલેજો ખૂલ્યા બાદ કોરોનાના ફેલાતા કહેરની અસર