Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોંગ્રેસ તાલુકાઓ મજબૂત કરવા નવી રણનીતિ અપનાવશે, આગામી 18થી 23 જૂન ગુજરાતના 4 ઝોનમાં બેઠકો યોજાશે

કોંગ્રેસ તાલુકાઓ મજબૂત કરવા નવી રણનીતિ અપનાવશે, આગામી 18થી 23 જૂન ગુજરાતના 4 ઝોનમાં બેઠકો યોજાશે
, બુધવાર, 15 જૂન 2022 (10:12 IST)
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ થવા માંડી છે. ભાજપે કાર્યકરોને લોકસંપર્ક માટે ગામડાઓ ખૂંદવા સૂચનાઓ આપી છે. આમ આદમી પાર્ટી નવું જમ્બો સંગઠન બનાવીને ચૂંટણીના મેદાનમાં ઉતરવાની યોજના ઘડી રહી છે. ત્યારે કોંગ્રેસ પણ પાયો મજબૂત કરવા તાલુકાઓમાં ખાસ ધ્યાન આપશે. કોંગ્રેસની નવી રણનીતિ પ્રમાણે આગામી સમયમાં પક્ષના દિગ્ગજ નેતાઓની આગેવાનીમાં તાલુકાઓમાં બેઠકો શરૂ થશે. કોંગ્રેસના સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી 18થી 23 જૂન સુધી કોંગ્રેસ રાજ્યના ચારેય ઝોનમાં બુથ લેવલના કાર્યકરો સાથે બેઠક કરશે. લોકોને પોતાની તરફ કેવી રીતે કરી શકાય અને પક્ષમાં યુવાનોને જોડવા શું કરવું જોઈએ તેની ચર્ચાઓ આ બેઠકમાં થશે. કોંગ્રેસના સુત્રો અનુસાર 18મી જૂને દક્ષિણ, 19 મઘ્ય ગુજરાત, 21મી જૂને ઉત્તર ગુજરાત અને 23 જૂને સૌરાષ્ટ્રમાં બેઠકો યોજાશે. આ બેઠકમાં પાર્ટી સંગઠન દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીઓનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે. તે ઉપરાંત સ્થાનિક સમસ્યાઓ અને લોકોના પ્રશ્નોની પણ ચર્ચાઓ કરાશે. અંબાજીથી ઉમરગામ એટલે કે પૂર્વ પટ્ટામાં આદીવાસી સમાજના પ્રભુત્વ ધરાવતી 40 સીટો પર લોકોને તેમના હક મળે તે માટે સત્યાગ્રહ નામની એપ્લિકેશન કોંગ્રેસ પક્ષ દ્વારા બહાર પાડવામાં આવી હતી.આ એપમાં લોકોના પ્રશ્નોની નોંધણી થશે. જેના થકી આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ આ વિસ્તારમાં 10 હજારથી વધુ ચોપાલ કરશે. 10 લાખ પરિવારો સાથે સીધી મુલાકાત કરશે. કોંગ્રેસ દ્વારા ધીમે ધીમે અમે રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારોને ગુજરાતીઓની સમસ્યાઓ અને જરૂરિયાતોને પ્રકાશિત કરતી માહિતી સાથે આવરી લેવાશે.ગત વિધાનસભાની જેમ કોંગ્રેસ ફરીએક વાર સોફ્ટ હિન્દુત્વનો માર્ગ અપનાવશે. જેમાં અવનવા ધાર્મિક કાર્યક્રમો હશે.

કોંગ્રેસના સુત્રો જણાવે છે કે, રામકથા, ગણેશ પૂજન, મહાદેવ આરતી અને નવરાત્રિ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાશે.મહિલા કોંગ્રેસ દ્વારા સત્યનારાયણની કથાઓ, સુંદરકાંડ, જાહેર ભજનસંધ્યા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.હવે કોંગ્રેસ દ્વારા શહેરોમાં કોંગ્રેસને કેવી રીતે મજબૂત કરી શકાય તેનું મનોમંથન શરૂ કરવામાં આવ્યું છે. પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, સંગઠનની કામગીરી 90થી 95 ટકા પૂર્ણ થવા જઈ રહી છે. સંગઠન બાદ ચૂંટણીની તૈયારી થશે. રાજકોટ વડોદરા, અને સુરત સહિત મહાનગર અમે જીતી શકતા નથી. ત્યાં કેમ કાચા પડ્યા છીએ તે સંશોધનનો વિષય છે. રાહુલ ગાંધી સાથે વિવિધ સમાજો સાથે કેવી રીતે ડાયલોગ કરવો એ અંગે પણ ચર્ચા કરાઇ હતી. શહેરી વિસ્તારના લોકોની માનસિકતાને સમજવી જરૂરી છે.વોર્ડ લેવલથી લોકોની વચ્ચે જવાની જરૂર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં સ્કૂલે વાહન લઈને જતાં સગીરો સામે કાર્યવાહી, સગીર વિદ્યાર્થી ટુવ્હિલર ચલાવતા પકડાશે તો 2 હજાર દંડ