Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચલો ખેતરે-ચલો ગામડે' આજે કૃષિ કાયદાની જાહેરમાં કરશે હોળી

ચલો ખેતરે-ચલો ગામડે' આજે કૃષિ કાયદાની જાહેરમાં કરશે હોળી
, શનિવાર, 26 ડિસેમ્બર 2020 (13:11 IST)
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાળા કાયદાના વિરોધમાં સમગ્ર રાજ્યમાં કોંગ્રેસપક્ષ દ્વારા તાલુકા મથકે બીલની હોળીના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. મોદી સરકારે ત્રણ કાળા કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અને ગુજરાતના લાખો અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર રચ્યું હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડુત, ખેતી અને ભારતને બરબાદ કરી રહી છે. ખેડે તેની જમીન ના કાયદાથી કોંગ્રેસપક્ષે ખેડૂતોને જમીનના માલીક બનાવ્યા. 
 
તેમણે એવી માગ કરી હતી કે, કૃષિ સંબંધિત 3 કાળા કાયદા કેન્દ્ર સરકારે તાત્કાલિક પાછા ખેંચવા જોઇએ. કોંગ્રેસે ‘ચલો ખેતરે – ખેતી બચાવો, ખેડૂત બચાવો’ ખેડૂતો સાથે તા. 26 ડીસેમ્બરે સંવાદ યોજવાની જાહેરાત કરી છે. 
 
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ૨૬મી ડિસેમ્બરથી ચલો દિલ્હી ખેડૂત અધિકાર યાત્રા યોજવાનું એલાન કર્યું છે.ખેડૂત અધિકાર યાત્રા ૨૬મી ડિસેમ્બરે ગાંધીઆશ્રમથી શરૂ થશે, જે રાજઘાટ દિલ્હી પહોંચશે. તેમણે કહ્યું કે, સરકાર અદાણી અને અંબાણી માટે કાયદા બનાવી રહી છે. ખેતીને ખતમ થતાં બચાવવું જરૂરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE AUSvIND Boxing Day Test Day-1: ઓસ્ટ્રેલિયાને ચોથો ઝટકો, ટ્રેવિસ હેડને જસપ્રીત બુમરાહે પેવેલિયન ભેગો કર્યો