Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને પરષોત્તમ રૂપાલા બન્યા AIIMSના સદસ્ય

rupala and geniben
, શનિવાર, 3 ઑગસ્ટ 2024 (12:46 IST)
rupala and geniben


ગુજરાતની પ્રથમ રાજકોટ AIIMS ખાતે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોર અને પરષોત્તમ રૂપાલાની સદસ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગેનીબેનના સદસ્ય બનવાથી હવે ઉત્તર ગુજરાતના લોકોને પણ આરોગ્ય ક્ષેત્રે રાજકોટ આવી ઉત્તમ સુવિધાઓ મેળવવામાં અનુકૂળતા રહેવાની છે. આ ઉપરાંત પરષોત્તમ રૂપાલા પણ રાજકોટથી આ ટર્મમાં સાંસદ બનતા તેમની પણ નિયુક્તિ કરવામાં આવી છે.

ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ બન્યા છે. આ વખતે લોકસભાની 2024ની ચૂંટણીમાં તેઓએ ભાજપના ઉમેદવારને નજીવા માર્જિનથી હરાવી જીત મેળવી હતી. તેઓ કોંગ્રેસના ગુજરાતમાંથી એકમાત્ર સાંસદ છે. AIIMS માં તેમના સદસ્ય બનવાના લીધે ઉત્તર ગુજરાતના લોકોને આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે.બે દિવસ પહેલાં જ બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે સંસદભવનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા બનાસકાંઠા, કચ્છ અને પાટણના ગામોમાં કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા BADP (બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ) હેઠળ જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી તે વર્ષ 2020થી બંધ કરી દેવામાં આવી છે. જે ગ્રાન્ટ ત્રણેય જિલ્લાઓને ચુકવવાની માગ કરી છે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ કરવાની  રૂબરૂ મળીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરા- હાલોલ રોડ પર પાંચ વાહનો વચ્ચે અકસ્માત, કારમાં સવાર દંપતીનું મોત