Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોંગ્રેસે વિકાસ અને વિરાસત વચ્ચે તકરાર ઉભી કરી હતીઃ વાળીનાથમાં PM મોદી

PM Modi in Valinath,
મહેસાણા , ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (15:44 IST)
- ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલીંગની પ્રતિષ્ઠા
- રૂ. 13000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત
-  કોંગ્રેસે જ સોમનાથ અને પવાગઢના તિર્થસ્થાનોના વિકાસમાં વિધ્ન પેદા કર્યું હતું - મોદી

વડાપ્રધાન મોદીએ આજે સવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમુલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપી હતી.અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ કર્યાં બાદ વડાપ્રધાન મોદી વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ પહોંચ્યા હતા. જ્યાં વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવમાં ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલીંગની પ્રતિષ્ઠા તેમના હસ્તે કરવામાં આવી હતી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ રૂ. 13000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ કોંગ્રેસે જ સોમનાથ અને પવાગઢના તિર્થસ્થાનોના વિકાસમાં વિધ્ન પેદા કર્યું હતું. 
 
3000 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ
વડાપ્રધાન મોદીના હસ્તે મહેસાણા જિલ્લાના તરભ ખાતે રૂ. 13000 કરોડથી વધુના અનેકવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન અને પ્રાયોગિક વિભાગના રૂ. 25,000 કરોડથી વધુના 4 પ્રકલ્પો, રેલવે મંત્રાલયના રૂ. 23,000 કરોડથી વધુના 5 પ્રકલ્પો, પ્રેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના રૂ. 2100 કરોડથી વધુના 2 પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગના રૂ. 1700 કરોડથી વધુના 21 પ્રકલ્પો, સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકાર તથા માર્ગ અને મકાન વિભાગ ગુજરાત સરકારના રૂ. 1600 કરોડથી વધુના 2 પ્રકલ્પો તેમજ વિવધ વિભાગોના રૂ. 2800 કરોડથી વધુના 23 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.
 
બળદેવગીરી બાપુ સાથે મારો ગાઢ નાતો હતો
વડાપ્રધાને સંબોધનમાં કહ્યું હતું કે, આજે ધણા બધા જુના જોગીઓના દર્શન કરવા મળ્યા. આગાઉ ઘણીવાર અહીં આવ્યો છું પણ આજે તો વાળીનાથમાં કંઈક અલગ જ રોનક છે. રસ્તામાં આવતો હતો તો મારા ગમાના અનેક લોકો દેખાતા હતા. આજથી ઠીક એક મહિના પહેલાં અયોધ્યામાં હતો. રબારી સમાજ માટે આ ગુરુગાદી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આજે તરભ ખાતેથી લોકોની સુવિધા માટે 13000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયું છે. જેનાથી લોકો માટે રોજગાર માટે નવું અવસર બનશે. આજે હું દિવ્ય ઉર્જા અનુભવ કરી રહ્યો છે. આ ઉર્જા એ યાત્રાથી પણ જોડે છે જે બળદેવગીરી બાપુએ શરૂ કરી હતી. હું મંચ પરથી ગાદીપતિ જયરામગીરી બાપુને વંદન કરું છું. બળદેવગીરી બાપુ સાથે મારો ગાઢ નાતો હતો. 
 
કોંગ્રેસે વિકાસ અને વિરાસત વચ્ચે તકરાર ઉભી કરી
આ મંદિર આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતીનું પ્રતિક છે. બળદેવગીરી બાપુ સાથે  હું આ સમાજના બાળકોના શિક્ષણની વાત કરતો હતો. મોદીની ગેરંટીનું આ લક્ષ એ દેશના છેવાડામાં રહેલા માનવીનું જીવન ધોરણ સુધારવાનું છે. દેશમાં અત્યારે એક બાજુ દેવાલયો બની રહ્યાં છે તો બીજી બાજું ગરીબ પરિવારોને પોતાનું ઘર મળી રહ્યું છે. છેલ્લા બે દશકોમાં વિકાસની સાથે સાથે વિરાસતની ભવ્યતા માટેનું કામ થયું છે. કમનસીબે ભારતમાં વિરાસતના ક્ષેત્રે વિકાસ અટકી પડ્યું હતું. આ કોંગ્રેસે ધર્મસ્થાનો ઉપર પ્રશ્ન કર્યા હતા. કોંગ્રેસે જ સોમનાથ અને પવાગઢના વિકાસમાં વિધ્ન પેદા કર્યું છે. જ્યારે અયોધ્યામાં અત્યારે મંદિર બનીને તૈયાર થઈ ગયું છે તે તેમણે નકારાત્મક વલણ દાખવ્યું. આ લોકોએ ભગવાન રામના અસ્તિત્વ સામે સવાલો ઉઠાવ્યાં. કોંગ્રેસે વિકાસ અને વિરાસત વચ્ચે તકરાર ઉભી કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Valinath Mahadev- વાળીનાથ ધામ મહાદેવ મંદિરની વિશેષતા