Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોંગ્રેસે ગુજરાતમાં શહેર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી, સંગઠનમાં તાત્કાલિક ફેરફાર કર્યો

કોંગ્રેસે ગુજરાતમાં શહેર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી, સંગઠનમાં તાત્કાલિક ફેરફાર કર્યો
અમદાવાદ, , ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (12:18 IST)
- ચૂંટણી બાદ શક્તિસિંહે સંગઠનમાં જડમૂળથી ફેરફારો શરૂ કરી દીધા
- હાઈકમાન્ડે શહેર અને જિલ્લાના મળીને 13 પ્રમુખોની યાદીને મંજુરી આપી 


 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના અનેક પૂર્વ ધારાસભ્યો અને દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં હતાં. બીજી બાજુ ચૂંટણી સમયે રાજ્યના નેતૃત્વ સામે પક્ષના જ દિગ્ગજોએ સવાલો ઉઠાવ્યા હતાં અને ટીકિટો વહેંચાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે ચૂંટણીમાં કોંગ્રેસનો ખૂબ જ ખરાબ રીતે પરાજય થયો હતો. માત્ર 17 બેઠકો પર કોંગ્રેસ સમેટાઈ ગઈ હતી. ત્યારે જિલ્લા અને તાલુકા લેવલના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને હટાવીને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને ગુજરાતનું સુકાન સોંપવામાં આવ્યું હતું. ત્યારે હવે કોંગ્રેસે ગુજરાતમાં શહેર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી છે. 
webdunia
Congress announced city and district presidents in Gujarat
સંગઠનમાં જડમૂળથી ફેરફારો શરૂ કરી દીધા
ચૂંટણી બાદ શક્તિસિંહે સંગઠનમાં જડમૂળથી ફેરફારો શરૂ કરી દીધા છે. ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરો અને નેતાઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. આ અરસામાં પણ અનેક નેતાઓ કેસરીયો ધારણ કરી રહ્યાં હતાં. નરેશ રાવલ, ગોવાભાઈ રબારી, સાગર રબારી, જેવા દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા હતાં અને હવે કોંગ્રેસના બે ધારાસભ્યોએ પણ રાજીનામું આપીને ભાજપનો હાથ પકડી લીધો હતો. જેમાં પક્ષના તારણહાર ગણાતા વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ પણ કેસરીયા કરી લીધા હતાં. 
 
ફેરફાર કરવા હાઈકમાન્ડ સમક્ષ માંગ કરવામાં આવી હતી
ત્યારે તાત્કાલિક અસરથી સંગઠનમાં ફેરફાર કરવા હાઈકમાન્ડ સમક્ષ માંગ કરવામાં આવી હતી. જેમાં હાઈકમાન્ડે શહેર અને જિલ્લાના મળીને 13 પ્રમુખોની યાદીને મંજુરી આપી છે. જેમાં જામનગર જિલ્લો, જૂનગઢ શહેર, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર શહેર, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત શહેર, રાજકોટ શહેર, અમદાવાદ જિલ્લો, મહિસાગર અને પાટણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડૉક્ટરોએ વૃદ્ધ મહિલાને મૃત જાહેર કરી, 15 કલાક પછી થયો ચમત્કાર