Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરાના જાહેર માર્ગો પર લોકજાગૃતિ માટે કોન્ડોમ વિતરણ કરાયા

વડોદરાના જાહેર માર્ગો પર લોકજાગૃતિ માટે કોન્ડોમ વિતરણ કરાયા
, ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2018 (17:00 IST)
લક્ષ્ય ટ્રસ્ટના આંતરરાષ્ટ્રીય હેલ્થ કેર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ કોન્ડોમ ડે અને વેલેન્ટાઇન ડે નિમીત્તે સયાજીબાગથી કોન્ડોમનો ઉપયોગ કરો...એચ.આઇ.વી. મુક્ત રહો..તેવા સુત્રોચ્ચાર સાથે  કોન્ડોમ રેલી કાઢવામાં આવી હતી. આ સમયે લોકોને જાહેરમાં કોન્ડોમનું વિતરણ કરતાં કેટલાક લોકો શરમાઇ ગયા હતા. આ ઉપરાંત એચ.આઇ.વી. ટેસ્ટીંગ કેમ્પ અને સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારે 13 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કોન્ડોમ ડે હતો. વડોદરા શહેરમાં આવેલા લક્ષ્ય ટ્રસ્ટના આંતરરાષ્ટ્રીય હેલ્થકેર દ્વારા વડોદરામાં પ્રથમ વખત વિશ્વ કોન્ડોમ ડે અને આજે વેલેન્ટાઇન ડે નિમિત્તે સવારે સયાજીબાગથી કાઢવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં લક્ષ્ય ટ્રસ્ટના સભ્યો જોડાયા હતા.
webdunia

કોન્ડોમનો ઉપયોગ કરો અને એચ.આઇ.વી. મુક્ત રહો..તેવા સુત્રોચ્ચાર, કોન્ડોમથી થતા લાભ તેમજ કોન્ડમનો ઉપયોગ ન કરવાથી થતું નુકશાન. અંગે જાગૃતિ ફેલાવતા બેનરો, પોષ્ટરો સાથે નીકળેલી રેલીએ રાજમાર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. રેલીમાં જોડાયેલ માનવી વૈષ્ણવ, પંકજ મેકવાણ સહિત લક્ષ્ય ટ્રસ્ટના સભ્યોએ કોન્ડોમ અંગે જાગૃતિ આવે તે માટે સિગ્નેચર કેમ્પેઇન કર્યું હતું. ભારે ઉત્સાહ સાથે જોડાયેલા લક્ષ્ય ટ્રસ્ટના સભ્યોએ માર્ગો પર 500 જેટલા કોન્ડોમનું વિતરણ કર્યું હતું. રેલી બાદ મુજમહુડા ખાતે એચ.આઇ.વી. ટેસ્ટીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોના એચ.આઇ.વી. ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાટણ કલેક્ટર કચેરી બહાર દલિત સામાજિક કાર્યકરનો આત્મવિલોપનનો પ્રયાસ