ભારતના સંજીવ રાજપૂતે રાષ્ટ્રમંડળ રમતમાં પુરૂષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશંસમાં રમતનો રેકોર્ડ બનાવતા સુવર્ણ પદક જીત્યો. 37 વર્ષના રાજપૂતે 454.5 નો સ્કોર કરીને સુવર્ણ જીત્યો. તે ક્વૉલિફિકેશન ચરણમાં 1180 અંક સાથે ટોચ પર હતા. ભારતના ચૈન સિંહ 419.1નો સ્કોર કરીને 5માં સ્થાન પર રહ્યા.
ક્વોલિફિકેશનમાં રાજપૂતે નીલિંગમાં 391, પ્રોનમાં 399 અને સ્ટૈડિંગમાં 390 અંક મેળવ્યા. ચૈન સિંહે 389, 398 અને 379 સ્કોર કરીને બીજા સ્થાન પર રહ્યા હતા. કનાડાના ગ્રિગોર્જ સિચને રજત અને ઈગ્લેંડના ડીન બેલને કાંસ્ય પદક મળ્યો. રાજપૂતે ગ્લાસ્ગોમાં 2014 રાષ્ટ્રમંડળ રમતમાં રજત અને મેલબર્નમાં 2006માં કાંસ્ય પદક જીત્યો હતો.