Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'કર્ણાવતી'ની ક્લબમાં ભોજનમાં નિકળ્યો ઉંદર, વીડિયો વાયરલ થતાં પ્રતિષ્ઠા પર પ્રશ્નો ઉભા થયા

'કર્ણાવતી'ની ક્લબમાં ભોજનમાં નિકળ્યો ઉંદર, વીડિયો વાયરલ થતાં પ્રતિષ્ઠા પર પ્રશ્નો ઉભા થયા
, સોમવાર, 9 માર્ચ 2020 (12:25 IST)
આજે અમદાવાદમાં રહેતા હોવ અને તમારી પાસે જો કર્ણાવતી ક્લબની મેમ્બરશિપ તે તમારા સ્ટેટસમાં સોનામાં સુગંધની માફક ભળે છે. કર્ણાવતી ક્લબમાં મેમ્બરશિપ લેવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી નાખે છે. મેમ્બરશિપના લાખો રૂપિયા વસૂલતી આ ક્લબ શુદ્ધ અને તાજું જમવાનું આપવાની વાતો કરતી હોય છે પરંતુ આજે પોલ ઉઘાડી ગઈ છે. કર્ણાવતી ક્લબના જ એક મેમ્બર ગઈકાલે રસોડાની સફાઈ ચેક કરવા પહોંચ્યા ત્યાં એવા દ્રશ્યો સામે આવ્યા કે જે ચોંકાવી દેનારા હતા. એક તરફ કોરોના વાઈરસના જોખમને ધ્યાનમાં રાખી સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. ત્યારે બીજી તરફ ક્લબમાં બનેલી આ ઘટના લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. 
 
કર્ણાવતી ક્લબના જે રેસ્ટોરન્ટ દરરોજ હજારો વ્યક્તિઓ જમવા આવે છે તે જ રસોડામા ગંદકી જોવા મળી છે. મહત્વની વાત તો એ છે કે ક્લબ ના સભ્ય એ જ ક્લબની પોલ ખુલ્લી પાડી દીધી છે. ગુસ્સે ભરાયેલા મેમ્બરે રસોડાની ગંદકીનો વિડિઓ સોસીયલ મીડિયા પર વાયરલ કર્યો છે.
 
ક્લબના એક મેમ્બરનો પરિવાર શનિવાર રાત્રે રેસ્ટોરામાં જમવા ગયો હતો. તે સમયે ઠક્કર પરિવારના જમવાની ડિશમાં વંદો નીકળતા વિવાદ થયો હતો. વધારામાં ક્લબના સભ્યો માટે તૈયાર કરવામાં આવેલી વાનગીઓ જ્યાં મૂકવામાં આવી હતી તેની નજીક મરેલો ઉંદર પણ પડ્યો હતો. ક્લબની મેનેજમેન્ટ કમિટીએ વિવાદને દાબી દેવાનો પ્રયાસ કર્યો છે. તપાસ કરવાને બદલે ક્લબના એક ઉચ્ચ અધિકારીએ ઠક્કર પરિવારને ક્લબના ફોન કરી દબાણ લાવતા હોવાનો આક્ષેપ છે.
 
મહત્વની વાત છે કે સરકારના પરિપત્ર બાદ કોઈ પણ વ્યક્તિ રેસ્ટોરેન્ટનું રસોડું તપાસી શકે છે ત્યારે લાખો રૂપિયાની મેમ્બરશિપ અને સુવિધાઓની વાતો કરતુ કર્ણાવતી ક્લબ મેમ્બરોનું પણ ધ્યાન રાખી શકતુ નથી. ત્યારે ક્લબના મેનેજમેન્ટ પર અનેક સવાલો થયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PV Sindhu બની પ્રથમ બીબીસી ઈંડિય સ્પોર્ટ્સવુમન ઓફ ધ ઈયર