Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સીએમ રૂપાણીના ઘરે આશા વર્કર્સનો હલ્લાબોલ, પોલીસ ફરી વિવાદમાં

સીએમ રૂપાણીના ઘરે આશા વર્કર્સનો હલ્લાબોલ, પોલીસ ફરી વિવાદમાં
, શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (13:05 IST)
આંગણવાડી વર્કર મહિલાઓની છેલ્લા ઘણા સમયથી વેતન વધારાની અને કાયમીના લાભો આપવાની માંગ છે. આ માંગ પૂરી કરવા માટે સરકાર સામે રોજ અલગ અલગ કાર્યક્રમો આપી રહી છે. આજે રાજકોટમાં સીએમના ઘરે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. મહિલાઓએ  હમ હોંગે કામયાબ, મહિલાઓનું શોષણ બંધ કરો નારા લગાવ્યા હતા. પોલીસે 300 વધુ મહિલાઓની અટકાયત કરી હતી. બે વર્ષની બાળકી સાથે આવેલી માતાની પણ અટકાયત કરી હતી.  સીએમના ઘરે વિરોધ કરવા આવેલી આંગણવાડી વર્કરો અને હેલ્પરોમાં બે વર્ષની બાળકી સાથે આવેલી માતાને પણ પોલીસે છોડી નહોતી અને તેની પણ અટકાયત કરી હતી. આશાવર્કર સમીમબેન પોતાની બે વર્ષની પુત્રી સોફિયા સાથે વિરોધ કરવા આવ્યા હતા, ત્યારે તે બંનેની અટકાયત કરી હતી અને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. સીએમના ઘર બહાર મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો ઉમટી પડી હતી. મહિલાઓ અને પોલીસ સાથે બોલાચાલી થતા પોલીસે અટકાયત કરવાનું શરૂ કર્યું હતું. સીએમના ઘર બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.  વેતન વધારા અને કાયમીના લાભની માંગ સાથે ગઇકાલે રાજકોટ મનપા કચેરીએ પણ મહિલાઓએ થાળી વગાડી વિરોધ કર્યો હતો. તેમજ મહાનગરપાલિકાના દરવાજે મોરચો માંડીને લાલ વાવટા ફરકાવ્યા હતા. આંગણવાડી વર્કરો અને હેલ્પરોએ સરકાર દ્વારા વેતન વધારા પ્રશ્ને કરવામાં આવતા અન્યાય સામે લડત શરૂ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રોજેક્ટોની આડમાં વિકાસના નામે વિનાશ, અમદાવાદમાં આઠ વર્ષમાં બે હજારથી વધુ વૃક્ષો કપાયા