Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CM બન્યા કોમન મેન: જીવનજરૂરી ચીજવસ્તુઓ-અન્ન પુરવઠો-આરોગ્ય સેવાઓ અંગે 10 ગામોના સરપંચો સાથે કરી વાત

CM બન્યા કોમન મેન: જીવનજરૂરી ચીજવસ્તુઓ-અન્ન પુરવઠો-આરોગ્ય સેવાઓ અંગે 10 ગામોના સરપંચો સાથે કરી વાત
, શનિવાર, 4 એપ્રિલ 2020 (18:10 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સી.એમ કોમન મેન તરીકેની પોતાની છબિને વધુ એકવાર ઊજાગર કરતું આગવું ઉદાહરણ પુરૂં પાડયું છે. વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસને પગલે દેશમાં જાહેર થયેલા ર૧ દિવસના લોકડાઉનની સ્થિતીમાં ગુજરાતના છેવાડાના અંતરિયાળ ગામોના ગ્રામજનોને જીવનજરૂરી ચીજવસ્તુઓ, આરોગ્ય સેવાઓ વગેરે નિયમીત મળે છે કે કેમ તેનું મોનિટરીંગ મુખ્યમંત્રીએ સ્વયં આ ગામના સરપંચો સાથે વાતચીત કરીને કર્યુ હતું. 
 
વિજય રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસ સ્થાને કાર્યરત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરના જનસંવાદ કેન્દ્રના માધ્યમથી રાજ્યના ૧૦ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તાર દસક્રોઇ તાલુકાના નાંદેજ, ભુજ તાલુકાના કુનરિયા, વડગામ તાલુકાના વડગામ, વંથલી તાલુકાના ખોરસા, રાજકોટ તાલુકાના ગઢકા, દાહોદ તાલુકાના ચંદાવાડા, પારડી તાલુકાના પરિયા, વ્યારા તાલુકાના ચિખલવાવ, કરજણ તાલુકાના સિમલી અને તળાજા તાલુકાના ટીમણા ગામના સરપંચોને તેમના ગામમાં લોકડાઉનની હાલની સ્થિતિમાં રેશનની દુકાનો પર પૂરતો અનાજનો પુરવઠો છે કે નહિ, આરોગ્ય સેવાઓ યોગ્ય મળે છે કે કેમ, ગામમાં સફાઈની વ્યવસ્થા તેમજ દૂધ, શાકભાજી, કરિયાણું જેવી આવશ્યક ચીજવસ્તુઓ નિયમિત મળે છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક વાતચીત કરી ફીડબેક મેળવ્યા હતા.
 
મુખ્યમંત્રીએ આ સરપંચોને તેમના ગામોમાં કોરોના વાયરસ સામે લોકો જનજાગૃતિ દાખવે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ગામમાં ભેગા ના થાય અને ઘરમાં જ રહીને આ વાયરસના સંક્રમણથી બચે તેની કાળજી લેવા પણ તાકીદ આ વાતચીત દરમ્યાન કરી હતી. આ ગામોના સરપંચોએ મુખ્યમંત્રીએ તેમની સાથે સીધી વાતચીત કરી ગામની પરિસ્થિતિની રજેરજ માહિતી મેળવી તેની આગવી સંવેદનશીલતાની અનુભૂતિ કરી હતી. સરપંચોએ પણ રાજ્ય સરકાર દ્વારા દરેક ગામમાં લેવાઈ રહેલા સૌના આરોગ્ય સુખાકારીના પગલાંઓ, અનાજનો પૂરતો જથ્થો, સાફ-સફાઈ વગેરે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદીની અપીલ અંગે મહારાષ્ટ્રના ઉર્જા પ્રધાને કહ્યું કે જો તમામ લાઇટ બંધ કરવામાં આવે તો ગ્રીડ નિષ્ફળ થઈ શકે છે.