Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જૂનાગઢમાં માતાએ નહાવાનું કહેતા 5 વર્ષનો બાળક કારમાં છુપાઈ ગયો, ગૂંગળાઈ જતા મોત

child-dies-due-to-suffocation-in-car
, મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023 (15:08 IST)
જૂનાગઢમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવી રહ્યો છે. GIDC વિસ્તારમાં કારખાનામાં કામ કરતા પરિવારમાં માતાએ નહાવા જવાનું કહેતા 5 વર્ષનું બાળક કારમાં સંતાઈ ગયું. બાળકના સંતાયા બાદ કારનો દરવાજો બંધ થઈ જતા અંદર જ ગૂંગળામણથી તેનું મોત થઈ ગયું.હાલમાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
child-dies-due-to-suffocation-in-car

જૂનાગઢના GIDCમાં પરપ્રાંતિય પરિવાર કારખાનામાં કામ કરે છે. પરિવારમાં માતાએ 5 વર્ષના બાળકને નહાવા જવાનું કહ્યું હતું. જોકે બાળકને નહાવાનું ગમતું ન હોવાથી તે કારખામાં પડેલી કારમાં જઈન સંતાઈ ગયો હતો. કારમાં બાળકના જતા જ દરવાજો લોક થઈ ગયો અને તે બહાર ન આવી શક્યો. તો પરિવારજનો પણ બાળકને શોધી રહ્યા હતા પરંતુ તે ક્યાંય દેખાયો નહીં. આખરે કારમાં નજર પડતા બાળક દેખાયો હતો.બાળક કારમાં બેભાન હાલતમાં મળતા પરિવાર તેને લઈને તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા.

જોકે ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અચાનક બાળકનું આ રીતે મોત થતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. હાલમાં પોલીસે આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Google Turns 25: Google ઇન્ટરનેટ સર્ચ એન્જિન તરીકે, Google એ આજે ​​વિશ્વનું સૌથી મોટું પ્લેટફોર્મ છે.