Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઇવે પરની કાઠીયાવાડી હોટલમાં સામાન્ય નાગરિકની જેમ ચાની ચૂસ્કી માણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઇવે પરની કાઠીયાવાડી હોટલમાં સામાન્ય નાગરિકની જેમ ચાની ચૂસ્કી માણી
ગાંધીનગરઃ , શનિવાર, 8 જાન્યુઆરી 2022 (16:23 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગને 6 લેન કરવાની કામગીરીના નિરીક્ષણ વેળાએ હાઇવે પરની કાઠીયાવાડી હોટલમાં સામાન્ય નાગરિકની જેમ ચાની ચૂસ્કી માણી હતી.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિરીક્ષણ માટે મોટર માર્ગે ઉપરોક્ત રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની  માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી. 
 
આ દરમિયાન હાઇવે પર આવેલી કનૈયા કાઠીયાવાડી હોટલ-ઢાબા પર તેઓ મુખ્ય સચિવ પંકજકુમાર અને અન્ય અધિકારીઓ સાથે રીફ્રેશમેન્ટ હેતુસર થોડી મિનિટો માટે રોકાયા હતા. 
webdunia
મુખ્યમંત્રીએ પોતાના સાલસ સ્વભાવનો પરિચય આપતા કનૈયા કાઠીયાવાડી હોટેલ-ઢાબા પર ઉપસ્થિત મુસાફરોની લાગણીને માન આપી તેમની સાથે ફોટોઝ પડાવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Uttar Pradesh Election Date 2022: ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીથી 7 તબક્કામાં થશે મતદાન, 10 માર્ચે 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીનું પરિણામ