Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ દર્શાવતો રોડ-શો અને ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી કરશે વન-ટુ-વન બેઠકો

વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ દર્શાવતો રોડ-શો અને ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી કરશે વન-ટુ-વન બેઠકો
, ગુરુવાર, 25 નવેમ્બર 2021 (11:05 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવી દિલ્હીમાં સવારે ૯ થી સાંજે ૭ દરમ્યાન ઊદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો – અગ્રણીઓ સાથે વાયબ્રન્ટ સમિટ-ર૦૨૨ સંદર્ભે બેઠકો યોજશે.
  
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથે કોવિડ મહામારી બાદ બેઠા થતા વૈશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડી રોકાણના નવીનતમ ક્ષેત્રો- ઉજળી સંભાવનાઓ સંદર્ભમાં આ ઊદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠક કરશે. મુખ્યમંત્રી આ બેઠક દરમિયાન સૌ ઉપસ્થિતોને ગુજરાતની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર પણ કરશે. 
 
મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ આજે સાંજે મળશે અને વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-ર૦૨૨ વિષયક પ્રસ્તુતિ કરશે. જેમાં વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર પણ હાજર રહેશે.
 
આ બેઠકોમાં મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ અને ખાણ ના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. મુખ્યમંત્રી દિલ્હી ખાતેની આ બેઠકોમાં ભાગ લઇ રાત્રે  ગાંધીનગર પરત ફરશે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના લક્ષ્યને અનુસંધાને આ વર્ષની વાયબ્રન્ટ સમિટની થીમ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાનાર આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા ઉદ્યોગપતિઓને નિમંત્રણ આપશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જલદી રાત્રિ કરર્ફ્યુંમાંથી મળી શકશે રાહત, લગ્નમાં હાજરી આપી શકશે આટલા લોકો!