Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શરદપૂનમના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણના કારણે રાજ્યના મંદિરોના સમયમાં ફેરફાર

pavagadh
, ગુરુવાર, 26 ઑક્ટોબર 2023 (10:25 IST)
આગામી 28 ઓક્ટોબરે શરદ પૂનમ છે, પરંતુ તે દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર
 
 
 આ સંદર્ભે પાવાગઢ મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે. 28 ઓક્ટોબરે પૂનમના રોજ ચંદ્રગ્રહણના દિવસે પાવાગઢ મંદિર બપોર બાદ બંધ રહેશે. શરદપૂનમના દિવસે પાવાગઢ જનારા ભક્તોએ મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને ધ્યાનમાં રાખીને દર્શને જવા અનુરોધ કરાયો છે. એટલે કે 29 ઓક્ટોબરે સવારે 8:30 કલાકે મંદિરના દ્વાર ખુલશે. 
 
પૂનમના રોજ ગ્રહણ હોવાથી બપોરના 2.30 પછી નિજ મંદિરના કપાટ બંધ થશે અને ગ્રહણ બાદ નિયત વિધિ વિધાનો કર્યા બાદ તારીખ 29 ઓક્ટોબર ના રોજ સવારે 8.30 કલાકે મંદીરના દ્વાર ખુલશે. 29 ઓક્ટોબરના રોજ 8.30 કલાક બાદ ભક્તો આરતી અને દર્શનનો લાભ લઇ શકશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આંગણવાડીના કર્મચારીઓ હડતાળ પર