Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CBSE ધો.12ની પરિક્ષાઓ રદ્દ કરવામાં આવી, તો ગુજરાત બોર્ડની પરીક્ષા લેવી કે કેમ? રાજ્ય સરકાર હવે અસમંજસમાં ફસાઈ

CBSE ધો.12ની પરિક્ષાઓ રદ્દ કરવામાં આવી, તો ગુજરાત બોર્ડની પરીક્ષા લેવી કે કેમ? રાજ્ય સરકાર હવે અસમંજસમાં ફસાઈ
, મંગળવાર, 1 જૂન 2021 (20:22 IST)
સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી મહત્વની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતામાં છે. આ માહોલમાં તેમને પરીક્ષાને લગતી તણાવની સ્થિતિ આપવી યોગ્ય નથી. આપણે તેમના જીવનને જોખમમાં નાંખી શકીએ નહીં. હવે ગુજરાત સરકારે આજે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તો હવે પરીક્ષા લેવી કે કેમ તે અંગે ખુદ રાજ્ય સરકાર અસમંજસમાં ફસાઈ ગઈ છે. આવતી કાલની કેબિનેટની બેઠકમાં ચર્ચા કરી ફેર વિચારણાની નિર્ણય લેવામાં આવી શકે છે. 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CBSE ની પરીક્ષા રદ કરવાના આપેલા આદેશ બાદ હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ ફેરવિચારના કરી શકે છે,
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના જીવ જોખમમાં મૂકી પરીક્ષા ના લેવા માટે નું કારણ રજૂ કર્યા બાદ ગુજરાત નું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે અને વડાપ્રધાન ની અપીલ બાદ હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ની પરીક્ષા લેવી કે ના લેવી તેવી અસમનજસ ની સ્થિતિ મા મુકાઈ ગયું છે, કેમકે શિક્ષણ બોર્ડ આજે જ ધોરણ 10 ના રિપીટર અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ માં આ મામલે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, અને સૂત્રોના જણાવ્યા અનુસાર આવતી કાલે મળનારી કેબિનેટ ની બેઠકમાં વડાપ્રધાન ની અપીલ, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ની સમીક્ષા અને વાલી, વિદ્યાર્થીઓ તથા શાળા સંચાલકો ના મંતવ્યો ના આધારે ફેર વિચારણા કરી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નિશા રાવલએ FIR પછી તોડી ચુપ્પી બોલી કરણના કોઈ બીજાથી અફેયર છે મે પોતે જોયા મેસેજ