Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Milk Strike - 21 અને 22 સપ્ટેમ્બરના રોજ ઢોર નિયંત્રણ બિલ પાછુ લેવાશે, 21મીએ દૂધ બંધનુ આંદોલન યથાવત

milk strike
, સોમવાર, 19 સપ્ટેમ્બર 2022 (19:05 IST)
14મી ગુજરાત વિધાનસભાના છેલ્લા બજેટસત્રના છેલ્લા દિવસે મધ્યરાત્રિ પછી 1 એપ્રિલે રખડતા ઢોર નિયંત્રણ વિધેયક (પ્રસ્તાવિત કાયદા) પસાર કરવામાં આવ્યું હતું. પરંતુ આ કાયદાનો રાજ્યભરના માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને પગલે 21 અને 22 સપ્ટેમ્બરના રોજ મળનારા વિધાનસભા સત્રના પહેલા દિવસે ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવામાં આવશે.
 
માલધારીઓએ 11 મુદ્દાને લઈને બંધનું એલાન કર્યુ છે. એ પૈકી 1 મુદ્દા પર સરકાર તૈયાર થઈ છે અને બિલ પરત ખેંચવાની છે. બાકીના 10 મુદ્દા પર પણ સરકાર વાતચીત કરી તેનો નિરાકરણ લાવવા પ્રયાસ કરે એવી માલધારીઓની માંગણી છે.  દૂધ બંધ આંદોલન યથાવત જ રહેશે.
 
શહેરી વિસ્તારોમાં પશુ રાખવા લાઇસન્સ લેવું પડશે
લાઇસન્સ ધરાવનારે 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવો પડશે
કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજા અને 5થી 20 હજાર સુધીના દંડની જોગવાઇ કરાઇ છે
શહેરી વિસ્તારોમાં ટેગ સાથેના ઢોર પકડાવાના કિસ્સામાં પ્રથમવાર 5 હજાર, બીજી વખત 10 હજાર અને ત્રીજી વખત 15 હજારનો દંડ અને ફોજદારી ગુનો દાખલ કરાશે
પકડાનારા ઢોરની માલિકીનો 7 દિવસમાં દાવો ન થાય તો માલિકી પાલિકાની થઇ જશે
ઢોર પકડ પાર્ટી પર હુમલાના કિસ્સામાં વ્યક્તિ અથવા સમૂહને 1 વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની જોગવાઇ
પાલિકા હસ્તકના ઢોરવાડાનાં ઢોર જાહેરમાં મળશે તો માલિક અથવા મેનેજરને ઢોરદીઠ 50 હજારનો દંડ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કાર કેમ અતુલ્ય છે?