Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બનાસકાંઠામાં કાર-બાઈકનો અકસ્માત, 4ના મોત

બનાસકાંઠામાં કાર-બાઈકનો અકસ્માત, 4ના મોત
, સોમવાર, 28 ડિસેમ્બર 2020 (10:34 IST)
બનાસકાંઠા જિલ્લાના સરહદી ભાભર તાલુકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાભરના ખારા ગામ પાસે સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 4 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોની લાશને પી.એમ અર્થે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી
 
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે સરહદી ભાભર તાલુકામાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો છે. બનાસકાંઠાના ભાભરમાં ખારા ગામ પાસે સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં ઘટના સ્થળે જ ચાર લોકોના કમકમાટીભર્યા મોત થયાનું સામે આવ્યું છે. બાઈક સવાર સહિત સ્વીફ્ટ કાર ચાલકના થઈને કુલ ચારના મોત થયા છે. આ ગોઝારી ઘટનામાં ભોગ બનનાર ત્રણ ખારા ગામના હોઈ ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE AUSvIND Boxing Day Test Day-3: ભારતને મળી 3જી સફળતા, બુમરાહે સ્ટીવ સ્મિથને પેવેલિયન ભેગો કર્યો ,