Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદના જમાલપુરમાં બિલ્ડિંગ દુર્ઘટનાની થોડી જ મિનિટોમાં વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ

અમદાવાદના જમાલપુરમાં બિલ્ડિંગ દુર્ઘટનાની થોડી જ મિનિટોમાં વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ
, બુધવાર, 19 મે 2021 (20:15 IST)
અમદાવાદ શહેરમાં ફરી એક દુર્ઘટના બની છે. ગઈકાલે તાઉ તે વાવાઝોડાના પગલે અનેક ઠેકાણે વૃક્ષો અને હોર્ડિંગ્સ પડી ગયા હતા. ત્યારે આજે સાંજના સમયે શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી કાજીના ધાબા પાસેની એક પાંચ માળની બિલ્ડિંગ પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગ પડી ત્યારે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા જેથી જાનહાનિ થઈ ન હોવાનું સામે આવી રહ્યું છે.

પાંચ માળની બિલ્ડિંગ પડી રહી હતી ત્યારે સામે જ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જોતજોતામા જ બિલ્ડિંગ કૂડકભૂસ કરતાં જ ઘસી પડી હતી અને આ ઘટનાને પગલે લોકોમાં ડર વ્યાપી ગયો હતો. બાળકો ચીચીયારી પાડતા હતા. ગઈકાલે જર્ક આવતા એન્જિનયિર પાસે સ્ટ્રક્ચર ચેક કરાવ્યું જમાલપુર બિલ્ડિંગ પડવા અંગે મળતી માહિતી પ્રમાણે, આ બિલ્ડિંગમાં એક જ પતિવારના લોકો રહેતા હતા. બિલ્ડિંગ નીચે ગટરલાઈનની કોઈ સમસ્યા હતી. બીજી તરફ ગઈકાલે વાવાઝોડા દરમિયાન બિલ્ડિંગમાં રહેતા લોકોને જર્ક આવ્યો હતો. જેથી આજે સવારે એન્જિનિયરને બોલાવીને સ્ટ્રક્ચર ચેક કરાવ્યું હતું. પણ પરિવારના લોકો અગમચેતીના ભાગરૂપે બધા બહાર નીકળી ગયા હતા. બિલ્ડિંગ ધરાશાયી થઈ ત્યારે તેમાં કોઈ હાજર ન હતું. ઝોન 3 ડીસીપીએ  જણાવ્યું હતું કે, જમાલપુર વિસ્તારમાં 5 માળની બિલ્ડિંગ પડી હોવાની જાણ થઈ છે અમને. અમારા પોલીસ ઈન્સ્પેક્ટર ત્યાં પહોંચ્યા છે. હજુ સુધી જાનહાનિ થયાના સમાચાર નથી. બેજવાબદારની સામે કાર્યવાહી કરવામાં આવશે.ફાયરબ્રિગેડમાં કોઈ કોલ મળ્યો નથી. ઘટનામાં ફાયરની ટીમ હાજર હોવાની વાત છે. કોઈ જાનહાનિ નથી. ઇમારત ધરાશાયી થાય તેવી સ્થિતિમાં હતી માટે કાલે જ ખાલી કરાવી દેવાઈ હતી..ટેકરાવાળી મસ્જિદ પાસે કાજીના ઘાબા છીપાવાડ પાસે હોકાબાજ વાળાની પાંચ માળની બિલ્ડિંગ પડી ગયેલ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Corona Update - રાજ્યમાં કોરોનાના કેસ ઘટીને 5 હજારના આંકડે પહોંચ્યા, 9 હજાર દર્દીએ કોરોનાને માત આપી, 71ના મોત