Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BRTS રૂટ પર વાહન હંકારતા 263 થી વધુ વાહન ચાલકો દંડાયા

BRTS રૂટ પર વાહન હંકારતા 263 થી વધુ વાહન ચાલકો દંડાયા
, સોમવાર, 2 ડિસેમ્બર 2019 (12:04 IST)
અમદાવાદમાં બીઆરટીએસ રૂટમાંથી બિન અધિકૃત રીતે પસાર થતા વાહનચાલકોને દંડવાની કામગીરી મ્યુનિ.તંત્ર દ્વારા હાથ ધરાઇ છે. જેમાં કોર્પોરેશન, પોલીસ, ટ્રાફિકની બનાવાયેલી સંયુક્ત ' જેટ ' ટીમ દ્વારા તા.૨૯ અને ૩૦ નવેમ્બરના છેલ્લા બે દિવસમાં ૨૬૩ થી વધુ વાહન ચાલકોને ૧, ૫૭, ૭૦૦ રૂપિયાનો દંડ ફટકારવામા ંઆવ્યો હતો.

બીઆરટીએસ રૂટ અકસ્માત ઝોન પુરવાર થઇ રહ્યા છે. ખૂલ્લા અને નધણિયાત બનેલા બીઆરટીએસ રૂટો પર ખાનગી વાહન ચાલકો બેફામપણે દોડી રહ્યા છે. જેના પરિણામે શહેરીજનોને બીઆરટીએસની ઝડપી અને સલામત સવારી પુરી પાડવાનો  મ્યુનિ.કોર્પોરેશનનો મૂળભૂત હેતું જ સરતો નથી.

ટ્રાફિકજામ, અકસ્માતનું કારણ બનેલા આ રૂટ પર હવે મ્યુનિ.તંત્ર દ્વારા અકસ્માતનું પ્રમાણ ઘટાડવા, જાહેર પરિવહનની સેવા ઝડપી-સલામત બનાવવા માટેની ઝૂંબેશ હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે બીઆરટીએસ રૂટો પર બિનઅધિકૃત રીતે દોડતા ખાનગી વાહનચાલકોને ઝડપીને દંડવાની કામગીરી શહેરના તમામ સાતેય ઝોનમાં હાથ ધરવામાં આવી છે.

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનમાંથી મળતી માહિતી મુજબ તા.૨૯ અને ૩૦ નવેમ્બરના રોજ કુલ ૨૬૩ વાહનચાલકોને દંડવામા ંઆવ્યા હતા. આ કામગીરી રોજ ચાલુ રખાશે. બીઆરટીએસ રૂટો પર તૂટી ગયેલા લોખંડની ઝાળીઓ, તૂટેલા રોડ અને બસ સ્ટેન્ડોની મરામત કરીને વાહનવ્યવહાર વધુ સરળ અને સલામત બનાવવા પ્રયાસ કરાશે. 

બીઆરટીએસ રૂટને સમાંતર રોડ પર ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે રોડ પરના લારી-ગલ્લા અને શેડ પ્રકારના દબાણો તોડી પાડવાની પણ કામગીરી ઝૂંબેશના રૂપમાં હાથ ધરવામા ંઆવી છે. નોંધપાત્ર છેકે રાત્રિ દરમિયાન  ખૂલ્લા બીઆરટીએસ  રૂટો પર ખાનગી વાહનચાલકો પુરપાટ અને જોખમી રીતે વાહનો હંકારી રહ્યા છે. જે અવારનવાર અકસ્માતમા ંપરિણમે છે. મોટાભાગના અકસ્માત રાત્રિના ૧૦ વાગ્યાથી ૧ વાગ્યા સુધીના ગાળામાં થઇ રહ્યા છે. જે જીવલેણ પુરવાર થઇ રહ્યા છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

GUJCTOC કાયદો ગુજરાતમાં લાગુ થઈ ગયો, પોલીસ અધિકારીઓને વધુ સત્તા મળશે