Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરાના ખટંબામાં ભાઈએ બહેનને ઉપરાછાપરી ચપ્પુના ઘા માર્યા, વીડિયો વાઇરલ

crime vadodara
, બુધવાર, 22 જૂન 2022 (18:46 IST)
વડોદરાના ખટંબામાં ઘરમાં આર્થિક સંકડામણને કારણે ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરનાર યુવકે પોતાની માતા અને બહેન પર ચપ્પુ વડે હુમલો કરી અસંખ્ય ઘા મારી દીધા હતા. માતા-બહેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં બહેનને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારતો ભાઈનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો યુવક ગુસ્સામાં ઘરના કાચ તોડતો પણ દેખાય છે અને તે એટલી હદે નફટાઈ પર ઊતરી આવ્યો હતો કે વીડિયો ઉતારી રહેલા લોકોને અભદ્ર ઇશારા પણ કરે છે.

વડોદરા શહેરના ખટંબા ખાતે આવેલા ક્રિષ્ના દર્શન વિલામાં રહેતા 48 વર્ષીય શૈની એલેક્સ અબ્રાહમ મલઇકને સંતાનમાં બેન નામનો 24 વર્ષીય દીકરો અને તેનાથી નાની બેટ્ટી નામની 21 વર્ષીય દીકરી છે. મહિલાનો દીકરો બેન ખાનગી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, જ્યારે દીકરી બેટ્ટી ખાનગી યુનિવર્સિટીમાં બી.ફાર્મમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મહિલાના પતિ થર્ડ આય પ્રોટેક્શન નામની ફર્મમાં પેકેજિંગ મટીરિયલ સપ્લાયનો ધંધો કરે છે.માતાની ફરિયાદ મુજબ, 18 જૂને સાંજના 4 વાગ્યે તેમનો દીકરો બેન ગુસ્સામાં હોય એવું લાગ્યું હતું. ઘરમાં નાણાકીય સંકળામણના લીધે દીકરો બેન માનસિક તણાવમાં આવતાં તે માતા પર અચાનક ગુસ્સામાં આવીને જોરથી બોલવા લાગ્યો હતો. દીકરાને ગુસ્સો કરતાં જોઈને માતાએ તેને સમજાવ્યો હતો, પરંતુ તેણે ગુસ્સો કરવાનું ઓછું ન કરતાં માતાએ પોતાની દીકરીને ફોન કરીને ઘરે બોલાવી હતી. માતાનો ફોન આવતાં જ દીકરી ફટાફટ ઘરે આવીને બહારથી જ પોતાના ભાઈને ગુસ્સો ન કરવા સમજાવી રહી હતી.દીકરી અને માતાએ ચીસો પાડતાં પાડોશીઓ દોડી આવ્યા હતા. તેમણે દીકરાના હુમલામાંથી માતા અને દીકરીને છોડાવી બંનેને 108 મારફત સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. ઇજાગ્રસ્ત માતા-પુત્રીને સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા અપાતાં પોતાના વતન દમણ જતા રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપથી તારાજી, ઓછામાં ઓછા 1000 લોકોના મોત