Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાની ગાઇડલાઇન્સ ભંગ કરતાં આ ગામમાં થશે અનોખો પ્રયોગ, ગધેડાનું ઝૂંડ મોકલવામાં આવશે!

કોરોનાની ગાઇડલાઇન્સ ભંગ કરતાં આ ગામમાં થશે અનોખો પ્રયોગ, ગધેડાનું ઝૂંડ મોકલવામાં આવશે!
, શુક્રવાર, 9 એપ્રિલ 2021 (09:30 IST)
ગુજરાતના અમરેલી જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એવામાં લોકો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરે તેના માટે ગ્રામપંચાયત દ્રારા અનોખો નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. સાવરકુંડલાના જાંબાલ ગામની ગ્રામ પંચાયતે નિર્ણય કર્યો છે કે જો કોઇ પણ વ્યક્તિ દ્રારા નિયમ તોડવામાં આવે છે તેના ઘરે ગધેડાનું ઝૂંડ મોકલવામાં આવશે. એટલું જ નહી આ ઉપરાંત વ્યક્તિને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. 
 
સરપંચ ભૂપેન્દ્રભાઇ ખુમાણે જણાવ્યું કે હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે. ગામમાં લોકોને કોરોનાથી બચાવવા માટે સરકારી નિયમોનું પાલન કરે અને સુરક્ષિત રહે એટલા માટે ગ્રામ પંચાયત દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી તેમને આશા છે કે લોકોમાં બદલાવ આવશે અને કોઇપણ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરશે નહી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં સંક્રમણ વધ્યું, એક દિવસમાં 62ના મોત, પરંતુ કોરોનાના ખાતામાં માત્ર 12