Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બારેજામાં મકાનમાં ગેસ-સિલિન્ડર બ્લાસ્ટથી ઈજા પામેલામાંથી સારવાર દરમિયાન 8 લોકોનાં મોત

બારેજામાં મકાનમાં ગેસ-સિલિન્ડર બ્લાસ્ટથી ઈજા પામેલામાંથી સારવાર દરમિયાન 8 લોકોનાં મોત
, શનિવાર, 24 જુલાઈ 2021 (15:18 IST)
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના બારેજા- મહિજડા રોડ પર પતરાંના મકાનમાં ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક જ પરિવારનાં સાત લોકોનાં મોત થયાં હતાં. મંગળવારે રાતે બનેલી ઘટનામાં ગુરુવારે સારવાર દરમિયાન ત્રણ, શુક્રવારે ચાર અને આજે સવારે વધુ એક મહિલા સીમાબાઈ અહીરવાર (ઉં.વ.25)નું સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે.

ઘટનાનો ભોગ બનેલા મધ્યપ્રદેશના પરિવારમાં શોક ફેલાયો છે. ઘટનાની જાણ થતાં અસલાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અસલાલી પોલીસ સ્ટેશનના પીઆઇ પી.આર.જાડેજાએ  જણાવ્યું હતું કે પરિવાર મકાનમાં સૂતો હતો અને ગેસ-લીકેજથી બ્લાસ્ટ થતાં 7 લોકોનાં સારવાર દરમિયાન મોત થયાં હતાં. આજે વધુ એકનું મોત થયું છે. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. દસક્રોઈ તાલુકાના બારેજા- મહિજડા રોડ પર મૂળ મધ્યપ્રદેશના રહેવાસી પરિવાર પતરાંના મકાન બનાવીને રહેતા હતા.મંગળવારે રાતે પરિવારના મકાનમાં ગેસ-સિલિન્ડર ચાલુ રહેતાં લીકેજ થયું હતું. પાડોશમાં રહેતા પરિવારને ગંધ આવતાં તેમણે દરવાજો ખખડાવ્યો હતો અને એમાં ઘરમાંથી લાઈટ ચાલુ કરતાં જ મોટો બ્લાસ્ટ થયો હતો. ઘરમાં સૂતેલાં 4 બાળકો સહિત 10 લોકોને ગંભીર ઇજા થઇ હતી. ઘરનાં પતરાં ઊડી ગયાં હતાં. બધો સામાન ઘરની બહાર ઊડીને પડ્યો હતો. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે અસલાલી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સારવાર દરમિયાન 7 લોકોનાં આ ઘટનામાં મોત થયાં હતાં અને આજે અસારવા સિવિલ હોસ્પિટલમાં વધુ એક મહિલાનું મોત થયું હતું.ઘરમાં સૂતેલાં 4 બાળકો સહિત 10 લોકોને ગંભીર ઇજા થઇ હતી. ઘરનાં પતરાં ઊડી ગયાં હતાં. બધો સામાન ઘરની બહાર ઊડીને પડ્યો હતો. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે અસલાલી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સારવાર દરમિયાન ગુરુવારે ત્રણ અને શુક્રવારે ચાર એમ કુલ 7 લોકોનાં આ ઘટનામાં મોત થયાં હતાં. કેન્દ્ર સરકારના તાજેતરમાં જ કેબિનેટ મંત્રી બનેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ આ મામલે ખોટું ટ્વીટ કર્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોણ છે મીરાબાઈ ચાનૂ - Who is Mirabai Chanu