Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ કારણે BJPએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ ઉનામાં મેળવી જીત

આ કારણે BJPએ  સ્થાનિક  સ્વરાજની ચૂંટણી પહેલાં જ ઉનામાં મેળવી જીત
, બુધવાર, 17 ફેબ્રુઆરી 2021 (11:25 IST)
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાઇ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ઉના નગરપાલિકા અને મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં જીતનો દાવો કર્યો છે. ભાજપના મોટાભાગના ઉમેદવારોએ કોંગ્રેસ અને અન્ય પ્રતિદ્રંદ્રી ઉમેદવારોએ મંગળવારે ઘણી સીટો પરથી પોતાનું ઉમેદવારી પત્ર લીધા બાદ નિર્વિરોદહ જીત પ્રાપ્ત કરી લીધી.

ઉનામાં 19 કોંગ્રેસ ઉમેદવાર, જેમાં ઉના તાલુકા એકમ પ્રમુખ ગુણવંત તલાવિયા સામેલ છે. અને 13 અન્ય લોકોએ ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે મંગળવારે નગરપાલિકામાંથી નામ પરત લઇ લીધું.

હવે 36 ભાજપના ઉમેદવારો ઉપરાંત ફક્ત 12 કોંગ્રેસ ઉમેદવાર અને ત્રણ અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે. 28 ફેબ્રુઆરીના રોજ શહેરી વોર્ડની બાકી 15 સીટો માટે મતદાન થશે. કુલ 33 ઉમેદવારોએ નામ પરત લીધા બાદ ભાજપને 21 સીટો મળી ગઇ છે. આ સીટો ઉના નગરપાલિકાના જનરલ વોર્ડમાં બહુમત બે વધુ છે. ગત 25 વર્ષોથી કોંગ્રેસે આ નગરપાલિકાને જીત મળી નથી.
webdunia

કોંગ્રેસના ગીર સોમનાથ જિલ્લાના અધ્યક્ષ મનસુખ ગોહિલએ જણાવ્યું હતું કે તેમણે તમામ ઉમેદવારો અને વેરાવળના તલાવિયાને સ્પષ્ટકરણ માટે બોલાવ્યા છે. આ દરમિયાન તલાવિયાએ કહ્યું કે ભાજપે અમારા ઉમેદવારોને તેમના ઉમેદવારી પત્ર પરત લેવા માટે ધમકાયા અને અપહરણ કર્યું અને ડરાવ્યા. અમારા ઉમેદવારો એટલા ડરી ગયા છે કે તે પોલીસ ફરિયાદ માટે આગળ આવવા માટે તૈયાર નથી.

ભાજપના ઉના શહેર અધ્યક્ષ મિતેશ શાહે તલવિયાના આરોપોને નકારી કાઢતાં કહ્યું કે આ પ્રકારના આરોપો આધારહીન છે. ભાજપે કહ્યું કે તેણે કાદીમાં 36મા6થી 26 સીટો જીતી. ભાજપ પહેલાંથી જ નગરપાલિકામાં સત્તામાં હતી. વડોદરામાં એક ચૂંટણી રેલીમાં ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કે પાર્ટીએ કુલ 219 સીટો પર જીત નોંધાવી છે. જેમાં જિલ્લા પંચાયતોમાં 24 સીટો, તાલુકા પંચાયતોમાં 110 અને રાજ્યભરમાં નગરપાલિકામાં 85 સીટો સામેલ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Coronavirus- છેલ્લા 24 કલાકમાં 11,610 નવા કેસ નોંધાયા, 100 દર્દીઓએ દમ તોડી દીધો