Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં નીતિન પટેલ અને વિજય રૂપાણીને લોટરી લાગી, ભાજપે આપી આ મોટી જવાબદારી

vijay rupani nitin patel
, મંગળવાર, 30 મે 2023 (12:57 IST)
2024ની લોકસભા ચૂંટણી માટે આજથી ભાજપ દેશભરમાં જનસંપર્ક અભિયાન શરૂ કરશે. 160 બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્લીની જવાબદારી અપાઈ છે. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનને પણ જવાબદારી સોંપાઈ છે. નીતિન પટેલને 5 ક્લસ્ટર અને ઉત્તરાખંડની જવાબદારી અપાઈ છે. જેઓ મોદી સરકારના કામો લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. એક મહિના સુધી આ જનસંપર્ક અભિયાન ચાલશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. તે નિમિત્તે ભાજપ દ્વારા મોદી સરકારની નીતિ અને ઉપલબ્ધિઓની જાણકારી આપવા દેશભરમાં અભિયાન ચલાવવામાં આવનાર છે. આ જનસંપર્ક અભિયાન 30 મે થી 30 જુન સુધી ચલાવાશે. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉત્તરાકંડ તેહરી ગઢવાલ, હરિદ્વાર અને ગઢવાલ તથા ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગર અને કૈરાનાની જવાબદારી સોંપાઈ છે. આ લોકસભા ક્લસ્ટરમાં પ્રવાસ કરીને તેઓ ભાજપનો પ્રચાર કરશે.

ભાજપે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારીની સાથે બે મોટી જવાબદારીઓ સોંપી છે. પાર્ટીએ તેમને 30 મેથી શરૂ થનારા ભવ્ય જનસંપર્ક અભિયાનમાં આઉટરીચ પ્રોગ્રામના સુપરવાઈઝર બનાવ્યા છે, તો બીજી તરફ તેમને AAPના ગઢ દિલ્હીમાં ત્રણ લોકસભા મતવિસ્તારના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે. પંજાબ બાદ હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીમાં પ્રવેશ્યા છે. પાંચ વર્ષથી વધુ સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણીને પાર્ટી દ્વારા અગાઉના પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો, વિજય રૂપાણી દિલ્હીની સાતમાંથી ત્રણ લોકસભા બેઠકોના પ્રભારી હશે. રૂપાણીને આમ આદમી પાર્ટીના ગઢમાં એવા સમયે આ જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયમાં 10,000 કરોડના ભ્રષ્ટાચારને લઈને ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sakshi Murder: સાહિલની કબૂલાત, કહ્યું શા માટે સાક્ષીને છરી વડે ઘા અને પથ્થરથી કચડી નાખ્યો