Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BJPનો 'સગાવાદ' ભાજપના પ્રવક્તા જીતુ વાઘાણીના ભાઈ બન્યા ભાવનગર યુનિ.ના કુલપતિ

BJPનો 'સગાવાદ' ભાજપના પ્રવક્તા જીતુ વાઘાણીના ભાઈ બન્યા ભાવનગર યુનિ.ના કુલપતિ
, શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (13:24 IST)
રાજકારણમાં સગાવાદ દાયકાઓથી ચાલ્યો આવે છે, પણ હવે આ ઝેર શિક્ષણ જગતમાં પણ ફેલાઈ રહ્યું છે. ખાસ કરીને યુનિવર્સિટીઓના વિવિધ હોદ્દાઓ પર નેતાઓના સગા-સંબંધીઓ બેસી રહ્યા છે. તાજેતરમાં પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં  ભાવનગર યુનિવર્સિટી'ના કુલપતિ પદે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના ભાઈ ડૉ. ગિરીશ પટેલ ઉર્ફે ડૉ. ગિરીશ વાઘાણીની વરણી કરવામાં આવી છે. ગિરિશ પટેલ પણ આર.એસ.એસ. સાથે સંકળાયેલા છે. આ પહેલા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાના બનેવી ડૉ.હિમાંશુ પંડ્યાની નિયુક્તિ કરવામાં આવી હતી. માત્ર એટલું જ નહીં, ભાજપ આઈટી સેલમાં કાર્યરત ડૉ.શશિરંજન યાદવ કચ્છ યુનિવર્સટીના કુલપતિ રહ્યા બાદ હાલ 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન'ના કુલપતિ છે. જ્યારે GTUના કુલપતિ નવીન શેઠ અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શૈલેન્દ્ર કુલકર્ણી ABVP સાથે સંકળાયેલા છે.  કહેવાય છે કે, ડૉ.ગિરીશ પટેલ, ફેકલ્ટી ઓફ હોમિયોપેથીના ડીન છે. તેમણે આણંદમાંથી હોમિયોપેથીનો અભ્યાસ કર્યો છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બોપન્ના-શરણની જોડીએ ટેનિસમાં જીત્યો ગોલ્ડ, એશિયાડમાં પહેલીવાર ભારતને એક દિવસમાં એકથી વધુ સુવર્ણ