ગુરુવાર રાત્રે બિપરજોય વાવાઝોડું ત્રાટક્યા બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
નલીયા જેવા અનેક વિસ્તારો છે જ્યાં ભારે પવનને કારણે વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા છે અને કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું છે.
બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં ટકરાવાની અને ગુજરાતમાં ઠેકઠેકાણે તબાહી સર્જાઈ છે. અનેક જગ્યાએ વૃક્ષો અને થાંભળા ઊખડી ગયાં છે.
આ વાવાઝોડાની અસર થવાની સંભાવના પાકિસ્તાનમાં પણ સેવાઈ રહી હતી.પાકિસ્તાનમાં હોળીઓને કિનારે લાંગરી દેવામાં આવી છે. જ્યારે કરાચીમાં આવેલી હૉસ્પિટલને અગમચેતીનાં ભાગરૂપે હાઈઍલર્ટ પર રાખવામાં આવી છે.
અનેક જગ્યાઓએ વીજથાંભળા અને વૃક્ષો તૂટી ગયાં છે અન છાપરાં પણ અનેક જગ્યાએ ઊડી ગયાં હતાં.
તંત્ર દ્વારા લોકોને બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે સૂચના આપવામાં આવી છે.