Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત ભાજપની કોર કમિટીમાં મોટો ફેરફાર, વિજય રૂપાણી-નીતિન પટેલને ફરી મોટું પદ

nitin patel
, સોમવાર, 22 ઑગસ્ટ 2022 (11:38 IST)
ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતની મુલાકાતે આવેલા છે. ત્યારે તેમણે ગાંધીનગરમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સાથે મુલાકાત કરી હતી. કમલમ ખાતે પણ બી.એલ.સંતોષના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોર કમિટીના સભ્યો સાથે મંથન કરાયું હતું. ત્યારે હવે વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપની કોર કમિટીમાં પણ મોટો ફેરફાર કરાયો છે. આજરોજ સિનિયર નેતાઓનો કોર કમિટીમાં સમાવેશ કરાયો છે.

કોર કમિટીમાં 6 સિનિયર નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કોર કમિટીમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોધરાની એન્ટ્રી થઇ છે. તો આર.સી.ફળદુ અને ભારતીબેન શિયાળનો પણ સમાવેશ થયો છે. આ પહેલા કોર કમિટીમાં 12 સભ્યો હતા. સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી,  જીતુ વાધાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજન બેન ભટ્ટ અને 5 મહામંત્રીઓનો કોર કમિટીમાં સમાવેશ થયો હતો.ભાજપમાં રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ.સંતોષે કમલમ ખાતે સોશિયલ મીડિયા અને IT સેલના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. જેમાં 2022ની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપની કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. વર્તમાન સ્થતિમાં IT અને સોશિયલ મીડિયાની કામગીરીનું નિરિક્ષણ કર્યું અને કેવી તૈયારી તે અંગે ચર્ચા કરાઇ. આ અંગે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસનું નિવેદન આપતા કહ્યું હતું કે, બી.એલ.સંતોષ અમારા રાષ્ટ્રીય નેતા છે. ચૂંટણીલક્ષી મુદ્દે ચર્ચા કરવા માટે આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એચડીએફસી બેંકે લૉન્ચ કર્યું‘વિજિલ આન્ટી’અભિયાન, છેતરપિંડીમાંથી મળશે આઝાદી