Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભૂપેન્દ્રભાઇ પટેલનું નવું મંત્રી મંડળ, આ ધારાસભ્યોનો થશે મંત્રીમંડળમાં સમાવેશ

new cabinet
, સોમવાર, 12 ડિસેમ્બર 2022 (09:34 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ આજે નવી સરકાર બનવા જઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ભૂપેન્દ્ર પટેલની સાથે 17 કેબિનેટ મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સિવાય બીજેપીના ઘણા નેતાઓ હાજર રહી શકે છે. 
 
ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 2 વાગ્યે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અમિત શાહ સુધી રાજનાથ સિંહ ભાગ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ 156 સીટો જીતી છે. કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી, જ્યારે આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી હતી.
 
આજે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સાથે 15 થી 18 મંત્રીઓ શપથ લઈ શકે છે. તેમાં ઘણા એવા નામ છે જેઓ પ્રથમ વખત મંત્રી બનશે. આ સાથે જ ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ પહેલા ભાજપની મોટી બેઠક યોજાવાની છે. ગાંધીનગરની લીલા હોટલમાં ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે. ગુજરાતમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા છે. 
 
મંત્રીમંડળનાં શપથ કાર્યક્રમમાં ધારાસભ્યો મંત્રી બનશે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહની આગલી રાત્રે પાર્ટી દ્વારા નક્કી કરાયેલા નામોની માહિતી ધારાસભ્યોને આપવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ફોન પર આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટમાં આ 17 ધારાસભ્યોનો સમાવેશ નિશ્ચિત છે. 
 
ભુપેન્દ્ર પટેલ
ઋષિકેશ પટેલ,
કનુભાઈ દેસાઈ
હર્ષ સંઘવી
કુંવરજી બાવળિયા
રાઘવજી પટેલ
મુળુભાઇ બેરા
પરષોત્તમ સોલંકી,
ભાનુબેન બાબરીયા
કુબેર ડિંડોર
બલવંતસિંહ રાજપૂત
બચુ ખાબડ
જગદીશ પંચાલ
ભીખુભાઇ પરમાર
પ્રફુલ પાનસેરીયા
મુકેશભાઈ પટેલ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આપના ધારાસભ્યો ભાજપમાં જોડાશે? શું સ્પષ્ટતા કરી?