Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભૂપેન્દ્ર પટેલની સરકારનો ખેડૂત લક્ષી મહત્વનો નિર્ણય, વીજ ટ્રાન્સમિશન લાઇન, ટાવર ઉભા કરવાની નવી નીતિ જાહેર

ભૂપેન્દ્ર પટેલની સરકારનો ખેડૂત લક્ષી મહત્વનો નિર્ણય,  વીજ ટ્રાન્સમિશન લાઇન, ટાવર ઉભા કરવાની નવી નીતિ જાહેર
, સોમવાર, 3 જાન્યુઆરી 2022 (15:22 IST)
ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતો અને જમીન ધારકોની માંગણીને ધ્યાને લઇને, નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા અંગે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન અંગે અગાઉ નિયત થયેલ વળતરમાં વધારો આપવાનો મહત્વનો નિર્ણય તા.૩૦/૧૨/૨૦૨૧ના ઠરાવથી કર્યો છે. 
 
 
જમીનના મૂલ્યના 7.5 ટકાના બદલે બમણુ 15 ટકા વળતર
 
ઊર્જામંત્રીએ ઉમેર્યુ કે, RoW Corridor(Right of Way Corridor) (ટ્રાન્સમિશન લાઇનના રેષાઓની પહોળાઇ)ના કારણે જમીનના ઉપયોગ બદલ વળતર પેટે જમીનના મૂલ્યના ૭.૫% બદલે બમણુ એટલે કે,૧૫% લેખે ચૂકવણું કરાશે. ફળાવ ઝાડ તથા અન્ય ઝાડના નુકશાન પેટે વળતર ચૂકવતી વખતે વળતરના મૂલ્યાંકન માટે મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરેલ તા.૧૨.૦૧.૨૦૨૧ ના પરિપત્ર તેમજ ત્યાર બાદ સમય-સમયે સુધારેલ પરિપત્ર પ્રમાણે નક્કી કરેલા દરો લાગુ પડશે. જેથી ખેડૂતોને નુકશાનના પ્રમાણમાં વળતર મળી રહેશે. 
 
જંત્રી દરોને વાર્ષિક વધુમાં વધુ 10 ટકા વધારો ગણીને ચૂકવાશે
 
ઊર્જા મંત્રીએ વધુમાં કહ્યું કે, જમીનના મૂલ્યના મૂલ્યાંકન માટે, જે-તે સમયના અને સ્થળના, સરકારના પ્રવર્તમાન, ઓન લાઇન જંત્રી દરોને વાર્ષિક વધુમાં વધુ ૧૦% વધારો (ચક્રવૃદ્ધિ) ગણીને, વળતરની ગણતરી આખરી કરવાની રહેશે. 
 
આ જોગવાઇઓ નવી ટ્રાન્સમિશન લાઇન તેમજ પ્રગતિમાં હોય તેવી ટ્રાન્સમિશન લાઇનના કામ માટે લાગુ પડશે.આ સુધારાને કારણે ટ્રાન્સમિશન લાઇન નાખવાના કામમાં ઝડપ આવશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bollywood Covid 19 બોલિવૂડમાં કોરોના બોમ્બ ફૂટ્યો, હવે એકતા કપૂર કોરોના વાયરસથી સંક્રમિત