Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાદરવી પૂનમ પર દર્શન કરવા જતાં પહેલાં જાણી લો આરતી તથા દર્શનનો સમય

ભાદરવી પૂનમ પર દર્શન કરવા જતાં પહેલાં જાણી લો આરતી તથા દર્શનનો સમય
, મંગળવાર, 6 સપ્ટેમ્બર 2022 (10:55 IST)
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. 5 મી સપ્ટેમ્બરથી 10 મી સપ્ટેમ્બર સુધી યોજાનાર ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો ઉત્સાહ અને થનગનાટ છે. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ચાલીને જવાનો મહિમા અનેરો અને અનોખો છે. ત્યારે માઇભક્તો માતાજીના દર્શનનો લાભ લઇ શકે તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ મંદિરની આરતી અને દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 
 
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ભાદરવા સુદ-૯ (નોમ) તા.૦૫/૦૯/૨૦૨૨ થી ભાદરવા સુદ-૧૫ (પુનમ) તા.૧૦/૦૯/૨૦૨૨ સુધી ભાદરવી પુનમ મહામેળો-૨૦૨૨ અંબાજી ખાતે યોજાનાર હોઈ આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.
 
તા.૦૫/૦૯/૨૦૨૨ થી ભાદરવા સુદ-૧૫ (પુનમ) તા.૧૦/૦૯/૨૦૨૨ સુધી ભાદરવી પુનમ મહામેળો-૨૦૨૨ દરમ્યાન અંબાજી ખાતે આરતી, દર્શન તથા રાજભોગનો સમય આ પ્રમાણે છે. આરતી સવારે ૦૫:૦૦ થી  ૦૫:૩૦, દર્શન સવારે ૦૫:૩૦ થી ૧૧:૩૦, રાજભોગ ૧૨:૦૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૧૭:૩૦, આરતી સાંજે ૧૯:૦૦ થી ૧૯:૩૦, દર્શન સાંજે ૧૯:૩૦ થી ૨૪:૦૦ રહેશે. તા.૧૧/૦૯/૨૦૨૨ થી આરતી/દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.
 
સવારે 6 થી રાત્રિના 8 સુધી ખુલ્લું રહેશે માંગલ્ય વન
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં પધારનાર તમામ શ્રદ્ધાળુઓ મેળાની સાથે સાથે માંગલ્ય વનની મુલાકાત લઈ શકે એ માટે તા. 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી માંગલ્યવન  સવારે 6 કલાકથી રાત્રિના 8 કલાક દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. મેળાની સાથે માંગલ્ય વનની પણ વધુમાં વધુ લોકો મુલાકાત લેવા નાયબ વન સંરક્ષક પાલનપુરની અખબારી યાદીમાં જણાવાયું છે.
 
અંબાજી યાત્રાધામને જોડતા તમામ રસ્તાઓ ફોરલેન બનવાથી પદયાત્રિકોની સવલતોમાં વધારો
રાજયના યાત્રાધામોને જોડતા રસ્તાઓને ફોરલેન બનાવવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી તે અનુસાર યાત્રાધામ અંબાજીને જોડતા રસ્તાઓ પાલનપુર- દાંતા- અંબાજી, વિસનગર- ખેરાલુ- આંબાઘાંટા- દાંતા- અંબાજી અને હિંમતનગર- ઇડર- ખેડબ્રહ્મા- ખેરોજ- અંબાજી તમામ રસ્તાસઓને ફોરલેન બનાવવાનું કામ પૂર્ણ થયું છે. ફોરલેન રસ્તાઓ બનવાથી અંબાજી આવતા યાત્રિકોને ખુબ સારી સુવિધા મળતી થઇ છે તે સાથે આ વિસ્તારના લોકોને ફોરલેન રસ્તાઓ બહુ ઉપયોગ નિવડી રહ્યા છે જેનાથી આ વિસ્તારની વિકાસકૂચ વેગવંતી બનશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લિઝ ટ્રસ બન્યાં કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતા, બ્રિટનનાં નવાં વડાં પ્રધાન