rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ક્યાક

Banaskantha news
, શનિવાર, 19 જુલાઈ 2025 (12:51 IST)
બનાસકાંઠાના દાંતા અને લાખણીમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 4 વાગ્યા સુધી 6 જિલ્લામાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસમાં ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જોકે હમણાં માછીમારો માટે કોઈ સૂચના આપવામાં આવી નથી. આજે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે, મહ્ત્વનુ  છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 388.6 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 255.7 મિલીમીટર કરતાં 52% વધુ છે.

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લાખણીમાં ભારે વરસાદને લીધે પાણી ભરાયા હતા. બજારોમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વધુ વરસાદ પડે તો દુકાનોમાં પાણી ધૂસી શકે છે. પાણીના નિકાલ માટે વેપારીઓએ તંત્રને રજૂઆત કરી હતી.
 
રાજ્યમાં ધીમા અને મધ્યમ વરસાદ ની આગાહી. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 22 જુલાઈ સુધી વાતાવરણ આવું રહેશે. બીજા જિલ્લામાં જેમકે સાબરકાંઠા સાથે બનાસકાંઠા માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હોય એવું લાગે છે. રાજ્યમાં કોઈ સ્થળે છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદના અહેવાલ નથી. . 20 તારીખ પછી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વધુ સક્રિય થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સંગીતા બિજલાનીના ફાર્મ હાઉસ પર થઈ ચોરી, તોડફોડ કર્યા બાદ ચોર કિમતી સામાન લઈને થયા ફરાર