Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 19 April 2025
webdunia

બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર મહિલા PSIનો લાઠીચાર્જ

babra news
, બુધવાર, 13 જાન્યુઆરી 2021 (16:51 IST)
બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર આજે પોલીસ તૂટી પડી હતી. મહિલા PSI દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા ભાગદોડ મચી હતી. પોલીસે પાથરણાવાળાનો સામાન પણ ફેંકી દીધો હતો. આથી સ્થાનિક મહિલાના ટોળા એકત્ર થઈ ગયા હતા. જો કે, પોલીસના લાઠચાર્જથી અફરાતફરી મચી ગઇ હતી. બાબરામાં વર્ષોથી ભરાતી બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરી રોજે રોજનું કામ કરતા મધ્યમ વર્ગના લોકો અહીં આવે છે. મધ્યમ વર્ગના લોકો વસ્તુ સસ્તી મળતી હોવાને કારણે બુધવારે ખરીદી કરે છે. પરંતુ આજે અહીં સ્થાનિક PSIએ વિવાદ સર્જી મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરી દીધો હતો. મહિલાઓના ટોળા એકઠા થયા હતા પરંતુ આ મહિલા PSI ઉશ્કેરાયને કેટલીક મહિલાઓ પર લાઠીચાર્જ કરી દેતા ખરીદી કરાવા આવેલા લોકોમાં પણ અફરાતફરી મચી ગઇ હતી. મહિલાઓ સામે પોલીસની દાદાગીરી સામે આવતા નાછૂટકે લોકોને ભાગવાનો વારો આવ્યો હતો.મહિલાઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મહિલાઓ સુરક્ષિત છે તેવા બણગાં ફૂંકે છે. રાજ્ય સરકાર આ દ્રશ્યો જુએ અને જેની જવાબદારી સુરક્ષા કરવાની છે તે જ પોલીસ ખુલ્લેઆમ દાદાગીરી પર ઉતરી આવી હોય તેવું લાગી રહ્યું છે. અમારા નાના બાળકોને પણ પોલીસે છોડ્યા નથી અને તેમના પર પણ લાઠી વરસાવી હતી. લાઠીચાર્જનો વીડિયો સામે આવતા ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં વિધર્મી યુવકે ભગાડીને લગ્ન કર્યાં બાદ ઝઘડાઓ થતાં યુવતી પિતાના ઘરે આવી,યુવતીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી