Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

Atma Nirbhar Bharat- શિક્ષિત પરિવારે જૈવિક ખેતી કરી પુરૂ પાડ્યું આત્મનિર્ભરતાનું ઉદાહરણ, વર્ષે કરે છે લાખોની કમાણી

શિક્ષિત પરિવાર
, ગુરુવાર, 5 નવેમ્બર 2020 (10:03 IST)
જૂનાગઢ નજીક ખડીયા ગામે એક શિક્ષિત પરીવારે ૩૦ વીઘામાં ૩૨ પાક લઇ સંપૂર્ણ ગાય આધારીત ખેતી કરી નવો રાહ ચીંધ્યો છે. વળી આ જમીન પણ તેમણે વાર્ષિક ૪ લાખના ભાડા પટેૃ લીધી છે. આ શિક્ષિત પરીવાર પરંપરાગત ખેડુત નથી વણીક છે. પરંતુ ગૈા સેવા સાથે સંકળાયેલ આ પરિવાર સંપૂર્ણ ગાય આધારીત ખેતી વિકસાવી સૈા માટે પ્રેરણારૂપ બન્યો છે. તેમના અંદાજ મુજબ ૩૦ વીઘા જમીનમાં કેળા, પપૈયા, શેરડી,શાકભાજી, સહિતના વિવિધ પાકોના વાવેતર થી દર વર્ષે ૨૩ લાખ થી વધુની આવક થવાનો અંદાજ છે. તેમનું શાકભાજી રીલાયન્સ ફ્રેશમાં વેચાણ માટે જાય છે.
webdunia
જૂનાગઢના હેમલ ભાઇ મહેતા એ છેલ્લા ૬ મહિનાથી ખડિયા ગામે ૩૦ વીધા જમીન ભાડા પટેૃ (સાંખે) રાખી છે. જેમાં તેમણે ૩૨ પાકનું વાવેતર કર્યું છે. જેમાં ૧૧ પાક બજારમાં વેચાણ થઇ શકે એવા છે. જ્યારે બાકીના ૨૧ પાક ઘરે ઉપયોગમાં લઇ શકાય એવા કઠોળ,ફળ, વગેરેના છે. હેમલભાઇનો પરીવાર શિક્ષિત અને આર્થિક રીતે પણ સુખી સંપન્ન છે. ત્યારે આવા સમયે ખેતી જેવો મહેનતવાળો વ્યવસાય કરવાનો વિચાર શા માટે આવ્યો એ અંગે તેઓ કહે છે,  વર્ષ ૨૦૧૯ માં મારા પિતાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જેના મુખ્ય કારણમાનું એક રાસાયણીક ખાતર અને જંતુંનાશક દવાના છંટકાવવાળુ અનાજ, શાકભાજી હતા.
webdunia
બસ ત્યાર બાદ થી વિચાર આવ્યો કે, મારો પરીવાર નીરોગી જીવી શકે આ માટે સંપૂર્ણ ઓર્ગેનીક  ખેતી નો વિચાર આવ્યો. આ ખેતી થકી અમે ૮૦ ટકા આત્મનિર્ભર બની ગયા છીએ. બાકી ૨૦ ટકા જ બજાર પર આધારીત રહેવું પડશે. આ પાક સંપૂર્ણ ઓર્ગેનીક હોવા છતા રૂટીન ભાવ મુજબ જ વેચાણ કરવામાં આવે છે. જેથી મધ્યમ પરીવારના લોકો પણ ખરીદી શકે. ઉપરાંત મધ્યમ પરીવારના લોકોને જ ન્યુટ્રીશનની વધુ જરૂર રહે છે. હેમલભાઇ વધુમાં કહે છે મારે બીઝનેસ હોય એટલે પૂરો સમય આપવો શક્ય ના બને. પણ મારા પિતા હર્ષદભાઇ ખેતી કામની સંપૂર્ણ જવાબદારી નીભાવે છે. એમાં મારો મીકેનીકલ એન્જીનીયર નાનો ભાઇ,મમ્મી, મારા પત્ની પાયલ પણ પુરો સાથ આપે છે.
       
વર્ષે ૨૩ લાખ ની આવકનો  અંદાજ છે
હેમલભાઇ ના જણાવ્યા મુંજબ આ વાવેતર થકી વર્ષે ૨૩ લાખ ની આવકનો અંદાજ છે. તેમની ગણતરી મુંજબ કેળનું ૧૨ વીધા માં વાવેતર જેમાં થી રૂ. ૧૨ લાખની આવકનો અંદાજ છે. પપૈયા માંથી રૂ. ૩ લાખ, શેરડી માંથી રૂ. ૪ લાખનો, રીંગણ-ટમેટા,મરચામાંથી રૂ. ૩ લાખની, ઘઉં માંથી ૨ લાખ, કોબી, ફલાવર માંથી ૨ લાખ ની અપેક્ષા છે.
 
એકઝોટીક  વેજીટેબલ માંથી રૂપિયા ૧ લાખની આવકનો અંદાજ છે
એકઝોટીક વેજીટેબલ્સ એટલેકે વિદેશી શાકભાજી. હાલ સૈારાષ્ટ્રસમાં માત્ર ૧૦-૧૨ જેટલા ખેડુતો આ પ્રકારના સીડનું વાવેતર કરે છે. આ વાવેતર થી અંદાજે વાર્ષિક રૂ. ૧ લાખની આવક થવાની શક્યતા છે. આ શાકભાજી ભારતીય શાકભાજી કરતા અલગ પડે છે. જેમાં કોબી અને ફલાવરનો રંગ લાલ હોય છે. મરચું પર્પલ કલરનું હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં ફ્રાંસના રાષ્ટ્રપતિના ફોટા રસ્તા પર ચોંટાડવાના મુદ્દે પોલીસની મોટી કાર્યવાહી